________________ સંસારમાં કઈપણ સાર નથી એક જ દર્શન-જ્ઞાન-ચારિત્રપાલન જ સારભૂત છે. - નવે તવેની શ્રદ્ધાને સમ્યગ્દશન કહેવાય છે. (જેમ છે તેમ) તેઓના તને બોધ જ્ઞાન કહેવાય છે. સાવદ્યપાપકારી કાર્યોથી વિરમવું તે મુક્તિના કારણરૂપ ચારિત્ર કહેલ છે. તે ચારિત્ર સાધુઓને સર્વ પ્રકારે અને ગૃહસ્થને દેશથી થાય. જે દેશવિરત ચારિત્રવાળે હોય તે સર્વવિરતિવાળાઓની સેવા કરનાર, અને સંસારના સ્વરૂપને જાણનાર તેને શ્રાવક કહેવાય છે. શ્રાવક મઘ, માંસ, મખન, મધ, ઉદુમ્બર પંચક, અનન્તકાય, અજ્ઞાતફળ, રાત્રિભૂજન, નહીં પકાવેલા ગેરસથી યુક્ત દ્વિદલ, અંકુરા પ્રકટેલા અનાજ, બે દિવસ ઉપરનું દહિં અને ચલિતરસવાળા અન છોડે. આ પ્રમાણે દયામાં પ્રધાન શ્રાવક હોતે છતે ભેજનમાં પણ વિચારવાળી બુદ્ધિ વડે અનુક્રમે સંસારસમુદ્રના પારને પામે. એમ પ્રભુની દેશના સાંભળીને વરદત્ત રાજા સંસારથી પરમવૈરાય પામીને દીક્ષા લેવાની ઉત્સુકતાવાળે થયો. - હવે કૃષ્ણ નમસ્કાર કરીને પ્રભુને પૂછયું પ્રભુ! તમારા પર સવે પણ રાગવાળા છે. પરંતુ આ રામતીના વિશેષ અનુરાગનું કારણ શું? તે પછી શ્રી નેમિનાથે પણ ધનધનવતીના ભવથી આરંભીને તેની સાથેના પિતાના સંબંધની આઠ ભને કહ્યા. હવે વરદત્તરાજાએ ઉઠીને નમસ્કાર કરીને હાથ જેડીને સ્વામીને વિનંતિ કરી. હે નાથ ! આપના દ્વારા પ્રરૂપેલ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust