________________ 301 કષ્ટમાં બાંધવ અને રક્ષક હતો. કૃણે પણ હાસ્ય અને ખેવાળા થઈને તેને કહ્યું : ' ના હે ફેઈ ! “અહા તમારા પુત્રનું સુભટત્વ જે પિતાની સ્ત્રીની પણ રક્ષા કરવામાં સમર્થ નથી ! " હવે હું શુદ્ધિ કરીશ. તમે ઘરે જાઓ. એમ તેમના કહ્યા પછી કુન્તી ઘરે ગઈ. * હવે વિચારધિન કૃષ્ણ ત્યાં બેસે છે ત્યાં પિતે કરેલા અનર્થને જેવા નારદ આવ્યો. કૃષ્ણ સત્કાર કરીને “શું આપે કયાંય પણ દ્રૌપદીને જોઈ?” એમ પૂછ્યું, તેણે કહ્યું. હું ઘાતકી ખંડના અમરકંકાનગરીમાં ગયા હતા. ત્યાં પદ્મનાભ રાજીના ભુવનમાં દ્રૌપદી જેવી એક નારી જોઈ હતી, બીજ તે કાંઈ પણ જાણ નથી. એમ કહીને તે ઉડીને બીજે ગયે. ત્યારે કેશવે જાયું. આ કલિપ્રિયનું જ આ કાર્ય છે? પછી પાંડવોને કહ્યું -ભે! તમારી પત્ની પદ્મનાભ વડે હરણ કરાઈ છે. પરંતુ મનમાં અંશ માત્ર ખેદ ન કરે આ હું તેને લાવીશ. તે પછી પાંડ સહિત કેશવ મહાસૈન્યથી પરિવરાયેલા મગધ નામના પૂર્વ દિશામાં સમુદ્રના કિનારે ગયા. પાંડ એ કૃષ્ણને કહ્યું : હે પ્રભુ ! આ સંસાર જે મહાભીષણ અગાધ જલસાગર તે જુઓ. અહીં પર્વતે પણ પત્થરની જેમ ક્યાંય પણ મગ્ન થયેલા રહે છે. કયાંય પર્વત જેવા પણ જલચર રહે છે. જલશોષણની પ્રતિજ્ઞાવાળો વડવાનળ અહીં ક્યાંક છે,