________________ 8. - હવે અનુક્રમ વડે વાષિકદાન પરિપૂર્ણ થયે છતે શક આદિ ઈન્દ્રોએ જગદ્ગુરુ શ્રી નેમિકુમારને દીક્ષાને અભિષેક કર્યો. તે પછી દેવ–મનુષ્ય વડે ઉપાડાતી ઉત્તરકુરૂ નામની રત્ન શિબિકામાં પ્રભુ બેઠા. ત્યાં પ્રભુની આગળ સૌધર્મેન્દ્રઈશાનેન્દ્ર ચામર વીઝે છે, સનસ્કુમારેદ્ર છત્ર, મહેન્દ્રખડગ, બ્રહ્મક્ટ્ર દર્પણ, લાન્તકેન્દ્ર પૂર્ણકુંભ, મહાશુકેન્દ્ર સ્વસ્તિક, સહસ્ત્રારેન્દ્ર ધનુષ, પ્રાણે કે શ્રી વત્સ, અમ્યુનતેન્દ્ર નન્દાવત, અને શેષ રહેલા ચમરેન્દ્રાદિ શસ્ત્ર ધારક થયા. હવે મોટા મનવાળા ભગવંત માતા-પિતા અને બલભદ્ર વાસુદેવ આદિ ભાઈયોની સાથે પરિવરાયેલા રાજમાર્ગ દ્વારા ચાલ્યા. અને જ્યારે રાજમતીએ પોતાના ઘર સમીપમાં આવેલા પ્રભુને જોયા ત્યારે તે જાગૃત થયેલા શોકવડે ફરી-ફરી મૂચ્છ પામી. અને તે પછી શ્રી નેમિકુમાર ઉજજ્યન્ત પર્વ તના ભૂષણ રૂપ નંદનવનની ઉપમાવાળા ઉપવનમાં નવા કેતકીના પુપિ ખીલવાથી પ્રકટ હાસ્યની જેમ, પાકેલા અને પડેલા જાંબુઓથી ચારે બાજુ નીલમણીથી જડેલી ભૂમિસમ, કદમ્બના પુષ્પોની શય્યામાં સુતેલા ઉમત્ત ભમરાઓથી ચુક્ત, ફેલાવેલા પીછાઓવાળા મયુરો વડે પ્રારંભ કરાયેલ મનેઝ શબ્દ અને નાટકવાળા, કામદેવના શસ્ત્રની જેમ જે અંગારોની જેવા ખિલતા મોગરાના પ્રપોથી ભરેલા વન ખંડવાળા, માલતી અને જહીની પરાગથી માહિત પથિકૈના P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust