________________ 358 ચલિત થશે તે સમુદ્ર ખરેખર મર્યાદાનું ઉલ્લંઘન કરશે. અથવા આ તમારે પણ દોષ નથી. મારા કમને જ આ દેષ છે. જે આપની સાથે પાણગ્રહણને વચન વડે જ મેં સ્વીકાર્યું. આ મનેઝ માયાઘર, આદર્શનીય દિવ્યમંડપ, આ રત્નવેદિક, બીજુ પણ આપણા બનેના વિવાહ માટે કરેલું સર્વ આ વ્યર્થ ગયું. “વિવાહમાં જે ગવાય તે સર્વ સત્ય હોતું નથી.” આવી લેકેક્તિ સત્ય થઈ. કારણ કે તમે પૂવે મારા પતી ગીતમાં ગવાયા છે, પરંતુ આપ થયા નહીં. હે. નાથ! શું મેં પૂર્વભવમાં કઈડલાને વિયોગ કરાવ્યો હિતે? જે પતીના કરસ્પર્શના સુખને પણ ન પામી ! આ પ્રમાણે વિલાપ કરતી તેણીએ હાથે વડે હદય થલ ઉપર આઘાત કર્યો. હારને તટ તટ તેડ્યો. અને કંકણને ભાંગ્યા, હવે તેને સખીઓએ આ પ્રમાણે કહ્યું. “હે સખી! ખેદ ન કર, તારો તેની સાથે શું સંબંધ ? અથવા તેને સાથે તારે શું કાર્ય? તે તે નેહીં, નિઃસ્પૃહી, લોકવ્યવહારથી વિમુખ, વસન્તઋતુમાં જંગલના જીવની જેમ ઘરવાસથી સતત ભય પામેલે કાંઈ પણ જાણતો નથી. દાક્ષિણ્ય રહિત નિષ્ફર મનવાળો, સ્વેચ્છાચારી, ખરેખર આ વૈરી નેમિકુમાર જે જાય તે જાઓ, સારું છે, કે હમણાં જ ખરેખર આને આ પ્રમાણે જાયો. જે આ તને પરણીને આ પ્રમાણે ખરેખર નિમમતાવાળે થાત તે કૂવામાં ફેકીને તારા વસ્ત્રને છેડે કાપવા જેવું કૃત્ય થાત. હવે તેના વડે સર્યું. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust