________________ 357 ઈન્દ્ર વડે આદેશ કરાયેલા તિર્યકજભક દેવો વડે પૂરેલા દ્રવ્ય વડે ભગવતે વાર્ષિક દાન દેવાને પ્રારંભ કર્યો. હવે પાછા ફરેલા શ્રી નેમિકુમારને જોઈને અને વતની ઈચ્છાવાળા સાંભળીને ખેંચાયેલી વૃક્ષવેલની જેમ રાજીમતી પૃથ્વી ઉપર પડી. તેને ભય પામેલી સખીઓએ સુગંધીવાળા શીતળજલ વડે સિંચન કર્યું અને કદલીદલ વડે બનાવેલા પંખા વડે હવા કરી. તે પછી પામેલી સંજ્ઞાવાલી ઉઠીને બને કપોલ ઉપર લટકતા કેશવાળી અશ્રુધારા વડે ભીના કરેલા કંચુકી વાળી તેણીએ ઘણે વિલાપ કર્યો. “આમ મને રથ પૂર્ણ ન થયો. જે નેમિ મા પતી થશે.” રે ભાગ્ય ! તને કોણે પ્રાર્થના કરી હતી કે આ નેમિકુમાર મારો વર કર્યો. અને હવે વર કરીને અકાળમાં દંડ પડવાની જેમ તેને વિપરીત કઈ રીતે કર્યો? નિશ્ચિત તું જ એક મહામાયાવી અને તું જ એક વિશ્વાસઘાતી છે. અથવા જે મારા વડે આ ભાગ્યના વિશ્વાસથી પૂર્વમાં પણ ન જાણ્યું કે ત્રણ જગતમાં ઉત્કૃષ્ટ આ વર નેમિકુમાર કયાં અને મંદ ભાગ્યવાળી હું ક્યાં ? હે નેમિકુમાર! જે તમે પિતાને અનુરૂપ હું નથી એમ જાણી તે મારું પ્રાણીગ્રહણ સ્વીકાર કરીને મને રથ ઉત્પન્ન કેમ કર્યો? અને ઉત્પન્ન કરીને હે સ્વામી! મારો મને રથ શા માટે ભાગ્યો ? કારણે મોટા પુરુષને તે સ્વીકાર કરેલું કાર્ય” જ્યાં સુધી જીવ હોય ત્યાં સુધી નિશ્ચયપણે કરવું જ જોઈએ. પ્રભુ ! જે આ૫ જેવા પણ સ્વીકાર કરેલા કાર્યથી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust