________________ (345 હરિની પત્નીઓએ એક સાથે હાથેથી તાડના કરતી પાણી વડે શ્રી નેમિને માર્યા. પાણીના છાંટવાવડે કરીને કેશવની પત્નીઓના હાથવડે પલવીત થયેલાં વૃક્ષની જેમ સ્વામી શોભવા લાગ્યા. જલક્રીડાના બહાને સ્ત્રીને સ્પર્શ જણાવવા માટે તેઓ શ્રી નેમિને ગળાને વળગી. હૃદય ઉપર સ્પર્શવડે આઘાત કર્યો. અને ભુજાઓ પર વળગી. કેટલીકે કીડા કરતા શ્રી નેમિકુમારના મસ્તક ઉપર છત્રની જેમ સહસપત્રને અન્તપુરની છત્ર ધરનારીની જેમ ધર્યું. અને કેટલીક હાસ્ય વડે નેમિને ગળામાં કમલનાળને ફેકી. જેમ ગજના ગળામાં આલાન શંખલા નંખાય છે. કેઈ સ્ત્રીએ કાંઈ પણ કહીને નેમિને શતપત્રના કમલવડે કામદેવના શસ્ત્રવડે હણાયેલા હદય ઉપર ઘાત કર્યો. અવિકારી પ્રભુએ પણ તેઓ સર્વેની સાથે પ્રતિ ચેષ્ટાઓ કરીને કીડા કરી. કીડા કરતાં ભાઈને જોઈને કેશવ મનમાં ઘણો હર્ષ પામ્યા. અને ત્યાં તે જલમાં નંદીવર હાથીની જેમ ઘણે સમય રહ્યો. હવે જલકીડાને સંપૂર્ણ કરી છે જેણે એ હરિ સરોવરમાંથી બહાર આવ્યો. સત્યભામા– રુકિમણી આદિ પણ કિનારે જઈને રહી. | શ્રી નેમિ પણ રાજહંસની જેમ સરોવરમાંથી બહાર આવ્યા. અને રુકિમણી પાદિ વડે આશ્રયકરીને કિનારાના પ્રદેશમાં રહ્યા ત્યાં રુકિમણીએ ઉઠીને સ્વયંરત્નમય આસન આપ્યું. અને પિતાના ઉત્તરીય વસ્ત્રવડે શ્રી નેમિકુમારનું અંગ લુછયું. અને ત્યારે સત્યભામાએ હાસ્ય વિનયપૂર્વક શ્રી નેમિને કહ્યું. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust