________________ 346 ' હે દેવર ! તમે હંમેશા અમારા વચનેને સહન કરે છે. તેથી ભય પામ્યા વગર તમને કહું છું. હે સુદર ! સોળહજાર સ્ત્રીઓના પતિ કેશવના ભાઈ તમે એક પણ કન્યાને કેમ પરણતા નથી? અને તમારું રૂપ ત્રણ લેકમાં પણ સર્વોત્કૃષ્ટ લાવણ્ય કલાવડે પવિત્ર છે. અને યૌવન નવું ઉત્પન્ન થયેલ જેવું દેખાય છે. આ પ્રમાણે હોવા છતાં પણ આ તમારી સ્થિતિ કેવી ? માતા-પિતા ભાઈ અને અમે સૌ ભાઈઓ તમારા વિવાહની માંગણી કરીએ છીએ. - હે દેવર! તમે સર્વેનું વાંછિત પૂર્ણ કરે. પત્નીના ગ્રહણ કર્યા વિના વાંઢાપણે જ એકાકી તમે કેટલેકાળ વ્યતીત કરશે?, અહો તમે પોતે જ મનમાં વિચારો ! હે. કુમાર ! શું તમે અજ્ઞ છે ? નીરસ છે? અથવા નપુંસક છે? તે અમને કહો ! સ્ત્રીભગ વિના તમે અરણ્યના પુષ્પની જેમ થશો. જેમ આદિદેવ પ્રથમ તીર્થકરે તીર્થ પ્રવર્તાવ્યું. તેમ તેમણે જ પાણિગ્રહણરૂપ મંગળ પણ બતાવ્યું. તે કારણથી તમે એકવાર કામીનીને પરણો. ભેગસુખ ભેગ અને સમય આવ્યે યથારૂચિ બ્રહ્મવ્રત પણ સ્વીકાર પરંતુ ગ્રહસ્થ ધર્મમાં બ્રહ્મવત ઉચિત નથી. શું મન્ત્ર જાપ અશુચિ સ્થાનમાં થાય. હવે જાંબવતી બેલી દેવર ! તમારા વંશમાં શ્રી મુનિસુવ્રત સ્વામી વિવાહ. કરીને અને પ્રજા થયા પછી તીર્થકર થયા. પૂર્વમાં પણ પાણિગ્રહણ કરીને જિનશાસનમાં મુક્તિ ગયેલાં સાંભળીએ. છીએ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust