________________ 35o અને તેરણાદિ કરાવ્યા. હવે વિવાહના નજીકના દિવસમાં દશદશાહ, રામ-કેશવ, તારસ્વરથી પ્રારંભી ગીતગાનવાળી શિવાદેવીરોહિણી દેવકી આદિમાતાઓ, રેવતી આદિ બલભદ્રની પનિયો, સત્યભામાદિ કૃષ્ણની પત્નિયો, અને બીજી મહત્તરાએ ધાવમાતાઓએ શ્રી નેમિકુમારને પૂર્વ વિમુખમેટા આસન ઉપર બેસાડયા. બલભદ્ર અને કેશવે પ્રીતિપૂર્વક પોતે સ્નાન કરાવ્યું. હાથમાં સૂત્ર બોધિને હાથમાં મંગળ ધનુષને ધારણ કરેલા શ્રી નેમિકુમારને તૈયાર કરીને ગોવિન્દ ઉગ્રસેનના ઘરે ગયો. ત્યાં પૂર્ણ ચંદ્રના સમાન મુખવાળી રાજીમતી કન્યાને કેશવે તે જ વિધિ વડે પોતે જ સુગંધવાળી કરી. તે પછી ગોવિંદ પોતાના ઘરે ગયો. - રાત્રીને પૂર્ણ કરીને વિવાહના ઘરમાં જવા માટે શ્રી નેમિકુમારને તૈયાર કર્યા. હવે વેતછત્ર વડે, અને “મનેઝ ચામર વડે શોભતા અતીવ ઉજજવલ દશીએ સહિત વસ્ત્ર ધારી, મુક્તાફળના આભરણેથી ભૂષિત, અતિસુગંધવાળા ગોશીષ ચંદન વડે કરેલા અંગરાગવાળા શ્રીમદ્ અરિષ્ટનેમિ વેતડાવાળા રથમાં બેઠા. નેમિકુમારની આગળ કોડે યાદવકુમારે ઘોડાના હેષાવના નિર્દોષ વડે સર્વ દિશાઓને બહેરી કરતા ચાલ્યા. બંને બાજુ હાથો ઉપર ચઢેલા હજારે રાજાઓ અને પાછળ દશદશાહ, રામ-કેશવ, રહેલા ચાલ્યા. તેમ જ મહા મૂલ્યવાળી શિબિકામાં ચડેલી અંતઃપુરની સ્ત્રીઓ મંગલ ગીતે ગાતી ચાલી, P.PRAC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust