________________ 342 કરવા વડે કુરબવૃક્ષોને, તેમજ બીજા કામીયોએ બીજા પણ વૃક્ષને બીજા દોહદો વડે વિશેષ પુષ્પ-ફળ યુક્ત કર્યા. આ - હવે કૃષ્ણ શ્રી નેમિકુમારની સાથે સત્યભામાદિયો વડે પરિવરાયેલે કીડા કરતે આમ-તેમ ઉદ્યાનમાં વનહસ્તિની જેમ ભમે. શ્રી નેમિને જોતાં કેશવે વિચાર્યું જે નેમિકુમારનું મન ભેગોમાં થાય ત્યારે મારી લક્ષ્મી કૃતાર્થ થાય અને ભાઈપણું સાર્થક થાય. તે આલંબન, ઉદ્દીપન અનુભાવ વિભાવાદિ શ્રૃંગારરસના હાવભાવ વડે ફરી-ફરી મારે આ નેમિને અનુકુલ કરાવાય, અને આ પ્રમાણે જે મારા મનોરથ પૂરે તે ઉત્તમ છે. આ પ્રમાણે વિચારીને કૃણે માલાને ગુંથીને મુક્તાફળન હારની જેમ શ્રી નેમિના ગળામાં આરોપણ કરી. વિચક્ષણ. સત્યભામાદિ પણ સવે વિષ્ણુની પનિયો પોતાના પતિના ભાવને જાણનારી વિચિત્રપુષ્પાભરણ વડે શ્રી નેમિ પ્રભુની સામે ઉભી રહી. અને તેઓના મધ્યમાં કોઈ સુંદરી મોટા ઉંચા સ્તનના અગ્રભાગ વડે સ્પર્શતી સ્નેહવડે શ્રી નેમિના કેશને મનેઝ પુષ્પમાલા વડે પાછળ બાંધ્યા. કેઈ આગળ રહેલી બાહર નીકળેલી ભુજાવાળી, ખુલ્લી કરેલી બગલવાળી હરિની સ્ત્રીઓએ શ્રી નેમિકુમારના મસ્તક ઉપર મુકુટ બાંધ્યા. કેઈએ હાથ વડે કાન પકડીને કામદેવના જયદેવજની જેમ કર્ણાવતસકની રચના કરી. કેઈએ શ્રી નેમિકુમારની સાથે. કીડાના સમયને પૂર્ણ કરવાની ઈચ્છા વડે ભુજ ઉપર નવા. કુસુમના ગજરા ફરી-ફરી બાંધ્યાં. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust