________________ 34 કે શ્રી નેમિનાથ કુમાર અવસ્થામાં જ તીર્થકર થશે. તેથી એમને રાજ્યલક્ષ્મીને કાંઈ અર્થ નથી. આ પિતાના સમયની પ્રતીક્ષા કરતે આ જન્મથી જ બ્રહ્મચારી દીક્ષાને ગ્રહણ કરશે. હે કૃષ્ણ! બીજી ચિંતા ન. કર” આ પ્રમાણે દેવીઓએ પણ કહ્યું. કેશવે પ્રીતિપૂર્વક બલદેવને રજા આપી. પિતે તે અંતપુરમાં ગયો. અને ત્યારે જ શ્રી નેમિને બોલાવ્યા. ત્યાં બને નેમિનાથ-કૃષ્ણ રત્નમય. સ્નાન કરવાના બાજોટ ઉપર બેઠા. .: વારાંગનાઓ દ્વારા ઠેલાતાં જલકુંભ વડે તત્કાલ સ્નાન: કર્યું. દેવદૂષ્યવસ્ત્રો વડે અંગ લુછી અને દિવ્યચંદન વડે. વિલેપન કરી ત્યાં જ હરિ અને શ્રી નેમિએ ભેજન કર્યું. હવે સર્વ કુચુકી પુરૂષને પણ કહ્યું. આ મારે. ભાઈ નેમિકુમાર મારાથી પણ અધિક છે તે કારણ વડે કયારેય. પણ અંતપુરમાં રોકવો નહીં. સર્વે ભાઈયોની સ્ત્રીની મધ્યમાં રહેલે આ નેમિકુમાર સ્વેચ્છાપૂર્વક રમે. ત્યાં તમારે કઈ પણ દેષ ન જાણવો. તે પછી સત્યભામાદિ પનિયો પ્રતિ વિષગુએ કહ્યું. ખરેખર મારા આ પ્રાણસમાન દેવર શ્રી નેમિને તમારે માનનીય ગણ અને નિશંકપણે એની સાથે રમવું. આ પ્રમાણે ત્યાં અંતપુરમાં કૃષ્ણ વડે કહેવાયે છતે તે સર્વે ભાઈયોની પનિયો વડે પૂજાયેલા શ્રી નેમિકુમાર નિર્વિકારપણે ભેગથી પરમુખપણે ત્યાં ગયા. પ્રીતિપૂર્વક P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust