________________ ની મુક્તિ માટે, વચનથી પણ તે ન છેડયા પરાક્રમ કહ્યું. જરાસંઘ પણ તુષ્ટમાન થયો. પોતાની જીવયશા પુત્રી આપી અને પિતા ઉપર રોષ લાવીને મથુરા નગરીની યાચના કરી તે પણ આપી. હવે કંસ જરાસંઘે આપેલું સૈન્ય લઈને મથુરામાં આવીને નિર્દય અતીવ દુષ્ટ થઈને પિતાને બાંધીને પિંજરામાં નાંખ્યા. | ઉગ્રસેનને અતિ મુકતાદિ પુત્ર હતા. પણ અતિ મુક્ત તે પિતાના દુઃખથી ચાત્રિ ગ્રહણ કર્યું. હવે પોતાના પાલક પિતા રસવણિક અને માતા સુભદ્રાને શૌર્ય પુરથી લાવીને કૃતજ્ઞતાને માનનારાં કંસે સ્વર્ણ દિનદાનથી સત્કાર કર્યો. એકવાર ધારિણી રાણીએ પિતાના પતિની મુક્તિ માટે કંસને કહ્યું. પરંતુ તેના વચનથી પણ તેણે કઈ પણ રીતે પિતાને ન છોડયા. હવે તે ધારિણે પ્રતિદિન કંસને માનનારાઓના ઘરે જઈને બોલી “આ મારા દ્વારા કાંસ્ય પેટીમાં નાખીને નદીમાં પ્રવાહિત કરાયો હતે અને આ રાજા ઉગ્રસેન કાંઈ જાણતું નથી. આ સર્વથા નિરપરાધી છે અપરાધીની હું છું. તે હેતુથી આ મારા પતિને છેડા. પરંતુ તેઓના વચને વડે પણ તે કંસે ઉગ્રસેનને ન છે ડો. “પૂર્વ જન્મનું કરેલું નિયાણું વ્યર્થ કેમ થાય?” - આ બાજુ સમુદ્રવિજય રાજાને જરાસંઘ દ્વારા સત્કાર કરાવીને રજા અપાયે છતે ભાઈઓની સાથે સ્વનગરમાં આવ્યું. હવે વસુદેવ શૌયપુરનગરમાં ફરવા જતા નિતપ્રતિ મંત્રથી ખેંચાયેલીની જેમ નગરની સ્ત્રીઓં રૂપ સૌભાગ્યથી મહિત થઈને પાછળ જાય છે. આ પ્રમાણે વસુદેવે અહીં તહી ફરતા કેટલેક કાળ વ્યતીત કર્યો. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust