________________ શરીરને સ્પર્શ અગ્નિના સ્પર્શ જે થયો. અને ત્યારે જ તે જલદીથી ઉઠીને જલદી પિતાને વેષ ગ્રહણ કરીને નાઠે. તે તે તેમજ ખેદિત થઈને રહી. - * હવે પિતાએ જોઈને એમ કહ્યું. વજો ! આ તારા પૂર્વકર્મના ઉદયનું ફળ છે. બીજું કારણ નથી તેથી મન સ્થિર કરીને સંતુષ્ટ થઈને દાન આપતી મારા ઘરમાં રહે તે પછી તે ધર્મધ્યાનમાં રક્ત થઈ છતી દાન આપવા લાગી. હવે ક્યારેક તેના ઘરે ગૌપાલિકા નામની સાધવીયો -આવી. તેણીએ તેમને શુદ્ધ અન્ન અને પાણી વડે પ્રતિભાભી. અને તેમની પાસે ધર્મ સાંભળીને પ્રતિબંધ પામેલી એ દીક્ષા ગ્રહણ કરી. ઉપવાસ-છઠ્ઠ-અડ્રમ આદિ તપ કરતી તે ગોપાલિકા આદિની સાથે વિહાર કર્યો. કયારેક પણ તેણીએ સૂભૂમિ ભાગ ઉદ્યાનમાં સૂર્યમંડળને જેતી તે સાદવીઓને કહ્યું. હું અહીં આતાપના લઉં. - ત્યારે તેઓએ કહ્યું વત્સસાધ્વીને પિતાની વસતીથી બાહર આતાપના ક૯પતી નથી. * આ પ્રમાણે આગમમાં કહ્યું છે. તે ન સાંભળતી તેણીએ સુભૂમિ ભાગ ઉદ્યાનમાં આવીને સૂર્યની સામે દૃષ્ટિસ્થાપન કરીને આતાપનાનો આરંભ કર્યો. હવે એક દિવસ એક કામીપુરુષવડે ખોલામાં બેસાડેલી. બીજાવડે છત્રધારણ કરાયેલી, ત્રીજાવડે પંખાથી હવા કરાતી, ચાવડે કેશપાશ બંધાતી, પાંચમાવડે ચરણ ખેલામાં લેવાયેલી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust