________________ 318 તે સાંભળીને જરાસંધ રાજએ કોધથી ધનુષ્યને કાર કરીને રોમકેશવના પ્રતિ રથને જલદીથી ચલાવ્યો. અને પછી જરાસંધને પુત્ર યુવરાજ યવનકુમાર કોપવડે વસુદેવના પુત્રો અક્રાદિઓને મારવા માટે દોડયો. અષ્ટાપદને સિંહનો સંઘની જેમ તેઓની સાથે મહાભુજબળી યવનના સંહારની જેિમ ભીષણ મહાસંગ્રામ થયો. - હવે અતબલી રામના નાનાભાઈ સારણે વિવિધ શસ્ત્રો વડે વર્ષાકાલના મેઘની જેમ વર્ષ તે તે યવનને દયો. ત્યારે તે ચવને મલય પર્વતની જેમ ઉંચા મલય નામના હાથી વડે સારણના રથને ઘેડાની સાથે ભાંગ્યા. હવે ત્યારે હાથી ઉપર ચઢીને તે સારણે તલવાર વડે યવનના મસ્તકને વાયુથી ચાલતાં વૃક્ષના ફળની જેમ તત્કાલ છેશું. અને તે ઉઠેલા હાથીને શુડ–દંડદાંત છેદ્યા અને ત્યારે કૃષ્ણનું સૈન્ય વર્ષાકાલના મયૂરકુલના હર્ષની જેમ હર્ષવડે નાચ્યું. હવે ધનુર્ધર જરાસંધ રાજા પુત્રને વધ જઈને કેપથી આક્રાંત થઈને સિંહમૃગોને મારે તેમ યાદવેને મારવા માટે પ્રવર્યો, આનંદ શત્રદમન-નન્દન શ્રીદેવજ, ધ્રુવ, દેવાનંદ, પીઠ, હરિણ, નરેદેવ, ચારુદત્ત, એટલા બલભદ્રના પુત્રો રણના પ્રારંભમાં પ્રાપ્ત થયેલા યજ્ઞમાં બકરાની જેમ દ્ધ જરા રુંધવડે મરાયા. - કુમારના વધને જોઈને કેશવસેનાએ પલાયન કર્યું અને તેમને મારતે વાઘ ગાયોની પાછળ જાય તેમ જરાસંધ પાછળ ગયો. હવે સેનાની શિશુપાલે હસતાં હસતાં કેશવને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust