________________ 330 આદિ મહાતેજસ્વી મેટી અદ્ધિવાળા ક્ષત્રિયો છપ્પન્ન હજાર અને બીજા પણ ઈભ્ય–શ્રેષ્ઠિ-સાર્થ પતિ આદિ હજારો લેક હાથ જોડીને શ્રીકૃષ્ણની સેવામાં રહ્યાં. હવે સોળ હજાર રાજાઓએ વાસુદેવ કૃષ્ણને ભક્તિ વડે વિવિધરને અને બે-બે કન્યાઓ ભટણના રૂપમાં આપી. તે બત્રીસ હજાર કન્યાઓમાંથી કૃષ્ણ સોળહજાર કન્યાઓને પરણ્યો, આઠ હજાર કન્યાઓ બલદેવ અને આઠ હજાર કન્યાઓને બીજા કુમારે પરણ્યા. તે પછી કૃષ્ણ–રામ અને સર્વ કુમાર સુંદર સ્ત્રીયોથી પરિવરાયેલા કીડા કરવાના ઉપવનમાં પર્વત આદિમાં મહાનંદપૂર્વક રમ્યા. - હવે તેઓને કીડા કરતાં જોઈને રાજા સમુદ્રવિજય અને શિવાદેવીએ શ્રીનેમિને પ્રેમ વડે ઉત્કંઠા પૂર્વક વચને કહ્યા. હે વત્સ! તને જેવતા અમારે રોજ ખરેખર નયનેમાં ઉત્સવ જ છે. વળી અનુરૂ૫ કન્યાની સાથે પાણિગ્રહણ કરીને તેને અધિક કર. ત્યારે જન્મથી જ ભવથી ઉદ્વિગ્ન ત્રણ જ્ઞાનધારક પ્રભુ શ્રી નેમિએ કહ્યું.” મારે અનુરૂપ કન્યા ક્યાંય જોતો નથી. એઓ તે ખરેખર દુ:ખમાં પાડનાર થાય છે તે કારણે વડે આ સ્ત્રીયો વડે મારે સર્યું. જ્યારે ખરેખર અનુરૂપ તેઓ મળશે ત્યારે હું પરણીશ. આ પ્રમાણે ગંભીર વાણું વેડ શ્રી નેમિએ પ્રકૃતિથી સરલ માતા-પિતાને વિવાહ કરવાના આગ્રહથી નિવાર્યા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust