________________ 329 નવું નગર ન ઘણું પાસે ન દૂર વસાવ્યું. અને ત્યાં તે કરાવેલા પ્રાસાદમાં શ્રી પાર્શ્વનાથની પ્રતિમાને કૃષ્ણ મહારાજે સ્થાપના કરી. જ તે પછી તે સ્થાનથી ખેચર–ભૂચર વડે પરિવરાયેલે ગોવર્ધન-કૃષ્ણ છ માસમાં ભરતાઈને સાધ્યું અને મગધમાં આવ્યું. ત્યાં એક જન પહોળી એક જન લાંબી ભરતાઈમાં રહેનારા દેવદેવીઓ વડે અધિષ્ઠિત કેટિશિલા નામની નામની મહાશિલાને ડાબી ભૂજા વડે પૃથ્વીથી ચાર અંગુલ ઉંચી ઉપાડી. તે મહાશિલાને પ્રથમ વાસુદેવ ભુજાત્ર સુધી, બીજે મસ્તક સુધી, ત્રીજે કંઠ સુધી, એથે ઉર સ્થળ સુધી પાંચમે હૃદય સુધી, છઠ્ઠો કમર સુધી, સાતમો જઘા સુધી, આઠમે જાનુ સુધી અને નવમે ભુમિથી ચાર અંગુલ ઉંચી ઉપાડે છે. કારણ કે અવસર્પિણી કાલમાં તે કમશઃ ક્ષીણબલી હોય છે. તે પછી કૃષ્ણ દ્વારકા નગરીમાં આવ્યા ત્યાં સોળ હજાર રાજાઓ વડે તથા દેવો વડે ભક્તિપૂર્વક વસુદેવ પદ પર અભિષેક કર્યો. હવે વિષ્ણુએ પાંડવોને કુરૂદેશ આપીને અને બીજા પણ ભૂચરે અને ખેચને સ્વસ્વસ્થાન માટે રજા આપી. સમુદ્રવિજય આદિ દશે પરાક્રમશાળી દશાહ, બલદેવ રામ, કૃષ્ણ વાસુદેવ, શ્રી અરિષ્ટનેમિ, અકૂર અને અનાવૃષ્ટિ એ પંચસંખ્યાવાળા મહાવીર, ઉગ્રસેનાદિ સોળ હજાર રાજાઓ, પ્રદ્યુમ્ન આદિ સાડાત્રણ કોડકુમાર, દુર્ધાન્ત શામ્બાદિ સાઠ હજાર કુમાર, વિરસેન આદિ એકવીશ હજાર વીર, મહાસેન P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust