________________ 336 શસ્ત્ર રહિત કરીને અને ટુકડા ટુકડા કરીને પ્રેતરાજયમરાજના ઘરે અતિથિની જેમ મેકો . કામદેવનું રૂપ ધારક અનિરૂદ્ધકુમારને તથા ઉષાને સાથે લઈને અને બળદેવ, શાંબ પ્રદ્યુમ્નની સાથે ત્યાંથી જલ્દીથી પિતાના નગરમાં હરીએ આગમન કર્યું : | દશમપરિવેદ અને આ બાજુ શ્રી નેમિકુમાર બીજા કુમારની સાથે કીડા માટે નગરીમાં પર્યટન કરતા ચક– તલવાર– શંખ, ગદા, ધનુષ્યથી ભિત વાસુદેવની આયુધશાળામાં શંકાર હિતપણે પ્રવેશ કર્યો. ત્યાં પ્રભુએ ચકરતનને સૂર્યના બિમ્બની જેમ ઘણું જ પ્રકાશમાન જોયું. વળી શાંગ ધનુષ્ય, કૌમુદીકીંગદા, નન્દા નામની તલવાર, સર્પરાજની જેમ ભીષણ જોયા અને પાંચજન્ય શંખ, યુદ્ધમાં વગાડનાર વાજિત્ર મોટા કૃણના યશના ભંડારની જેમ કુમારની સાથે શ્રી નેમિનાથે જોયા. હવે કુતૂહલથી શંખને લેવાની ઈચ્છાવાળા અરિષ્ટ નેમિનાથને જાણુને શસ્ત્રશાળાના રક્ષક ચારુ કૃષ્ણ પ્રણામ કરીને બેઃ “હે પ્રભુ ! જે પણ આપ હરિના ભાઈ છે, અને મહાબલવાન છે, તે પણ શંખને લેવા માટે પણ આપ સમર્થ ન થઈ શકે તે પુરવાનું સામર્થ્ય તે કયાંથી થાય ? ખરેખર આ શખને લેવા અને ફેંકવાવગાડવા માટે હરિ વિના બીજે કઈ શક્તિમાન નથીતેથી વ્યર્થ પ્રયાસ ન કરો. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust