________________ 331 અને આ બાજુ યશોમતીને જીવ અપરાજિતથી ચવીને. ઉગ્રસેન રાજની પત્નિ ધારિણી દેવીની કુક્ષીમાં અવતર્યો. પૂર્ણ માસે પુત્રીને જન્મ થયો. અને તેનું નામ રામતી આ પ્રમાણે પિતાએ કર્યું અદ્વૈત રૂ૫-લાવણ્યની ધારક તે. અનુક્રમે મોટી થઈ . - હવે દ્વારકાના રહેનાર ધનસેન શેઠે પિતાની પુત્રી કમલામેલાને ઉગ્રસેન રાજાના પુત્ર નભસેન નામના કુમારને આપી. એક દિવસ નારદ ભમતે નભસેનકુમારના ઘરે આવ્યો. પરંતુ વિવાહમાં વ્યગ્રમનવાળા તેના વડે તે ન પૂજાયો.. તે પછી તેને અનર્થમાં પાડવાની ઈચ્છાવાળા તે નારદ રામપુત્ર નિષધના પુત્ર શાંબાદિને અતિવલલભ સાગરચંદ્રના ઘરે ગયો. સાગરચંદ્ર ઊભા થઈને અને સત્કાર કરીને તેમને પૂછયું. હે દેવષી આપે ફરતા-ફરતા કેઈ પણ આશ્ચર્ય જોયું? કારણ કે તમે તે સર્વ જેવાની પ્રીતિવાળા. છે. તેણે પણ કહ્યું, જગતમાં પણ આશ્ચર્યકારી ધનસેન શેઠની કન્યા કમલા-- મેલા નામની અહીં મે આજે જ જોઈ છે. અને તે હમણું જે નભસેનને આપી. એમ કહીને નારદ ઉડીને બીજે સ્થાનકે ગયો. તે પછી સાગરચંદ્ર તેમાં આસક્ત થયો. તેને જ મનમાં વિચારે છે. તેનું જ નામ મુખમાં મંત્ર રૂપે જપે છે. પલિયાથી ઉન્મત્ત વ્યક્તિ કનક સ્વર્ણની જેમ સર્વ સ્થાનકે પીળુ જ જુએ તેમ તે સર્વ થાનકે કમલામેલાને. જેવા લાગ્યો. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust