________________ 288 કરી હવે શાંબ એક દેવકુળમાં પ્રવેશતે તેને બોલાવી. અને તે બોલી અહી હું અંદર નહીં આવું. તું મારૂ મૂલ્ય અહિં જ આપે ત્યારે અહીં તારે અવશ્ય આવવું એમ કહીને અને તેને હાથ વડે ગ્રહણ કરીને હાથી વલ્લીને ખેચે તેમ તેણે ખેંચવા પ્રારંભ કર્યો. ત્યારે તેને તે આભીરે જલદી કહ્યું. રે રે ! તું મારી પત્નીને કેમ ગ્રહણ કરે છે. એમ બેલતાં તેને ઘણે માર્યો. 5પછી તે બનને જાબવતી-કૃષ્ણ રૂપમાં પ્રકટ થયા. ત્યારે પિતાના માતા-પિતા જોઈને શાંબ મોઢું છુપાવીને લજજાથી નાઠો. તે પછી હરિએ જાંબવતીને કહ્યું તે તારા પુત્રની દુષ્ટચેષ્ટા જોઈ. હવે બીજે દિવસે બલાત્કારથી કૃષ્ણ વડે લાવેલ તે કીલિકાને ઘડતે આવ્યો. ત્યારે કૃષ્ણ વડે પૂછાયે આ પ્રમાણે બેલ્યો. ' કાલની થયેલી વાત આજે જે બોલશે તેના મુખમાં આ કીલિકા નાંખવી. છે. એ માટે હું આને ઘડું છું. ત્યારે રોષ વડે કૃણે રે તું નિર્લજજ કામવશવતી ઈચછાનુસાર જ્યાં ત્યાં વિવિધ ચેષ્ટા કરે છે એમ કહીને શાંબને પિતાની નગરીથી બાહર કાઢ્યો. . પ્રદ્યુમ્ન તે અંતરમાં સનેહવાળે પૂર્વજન્મને ભાઈ તે શબને જતાં પ્રજ્ઞપ્તિ વિદ્યાને આપી. હવે તે સમયથી પ્રદ્યુમ્ન ભીરુકને સતાવતા સત્યભામાએ કહ્યું. જે શાબની જેવા દુબુદ્ધિવાળા તું પણ નગરીમાંથી કેમ જાતે નથી ? P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust