________________ 302 કાઢેલા સર્ષની જેમ આ બેલાવે કૃષ્ણ તમારી સામે આવ્યો છે. નહિ કે ફરી પોતે જ આવ્યું છે! એ પ્રમાણે સર્વે જાણે છે. આટલે સમય પણ ગમે છતે હે મગધાધિપ! -આમની સાથે યુદ્ધ કરવું તમને યોગ્ય નથી. ; તેમ યુદ્ધ ન કરવાથી આ કેશવ સ્વયં પાછા ફરીને પિતાની નગરીમાં જશે આ પ્રમાણે તેના વચને વડે કોધિત અર્ધચકી જરાસધ આ પ્રમાણે બેલ્યો : રે દુરાશય! માયાવી યાદો વડે નિશ્ચયથી તું ભેદાયેલ છે. જે તું મને શત્રના બળને કહીને ડરાવે છે તે વ્યર્થ જ છેરે કાયર ! શું શિયાળિયાઓના ફટકાર વડે ક્યારેય સિંહ ડરે છે? - રે રે દુર્મતિ! મૌન કરીને પિતાનું મુખ અદેશ્ય કર. આ હું એક જ પિતાના બળથી ગોપના બળને ભસ્મસાત્ કરીશ. સંગ્રામ બંધ કરવાના તારા આ મનોરથને ધિક્કાર છે ધિક્કાર છે. હવે ડિમ્ભકમંત્રીએ જરાસંધના ભાવેને અનુકૂળ વચન કહ્યા. હમણું આ યુદ્ધને અવસર પ્રાપ્ત થયો છે તે સ્વામીએ ન તજ. યુદ્ધમાં સામે થયેલા પુરુષોને મરણ પણ ઉત્તમ કારણ કે તે યશ કરનાર છે. પરંતુ યુદ્ધથી મેટું ફેરવેલાઓનું તે જીવવું જ વૃથા જાણવું. હે પ્રભુ! આ ન્યાય છે. આપણા સૈન્યમાં ચકરત્નની જેમ અચછેદ્ય બીજાથી ન છેદાય એ ચકચૂહ રચીને પાસે આવેલા શ3 સૈન્યને હણશું. તે સાંભળીને જરાસંધ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust