________________ 34 યાદવસેનામાં તીકણબાણને અખંડધારા વડે વર્ષાવ્યા. તે અશ્વારોહ નહી, અથવા ગજાહી નહીં, રથી પણ નહી અને પદાતિ પણ નહીં એવા તે હિરણ્યનાભ વડે યાદવેની મોટી સેના પણ પ્રહત થઈ. હવે ક્રોધથી ધમધમને સમુદ્રવિજયને પુત્ર જયસેન ખેંચેલા ધનુદંડ વડે હિરણ્યનાભની સાથે યુદ્ધ માટે આવ્યો. રે ભાણેજ! ફેગટ યમમંદિરમાં કેમ જાય છે? એમ બોલતાં હિરણ્યનાભે જયસેનના સારથિને માર્યો. તે જયસેને પણ જદીથી તેને કવચ, ચા૫ અને ધ્વજને કાપ્યા. અને સારથીને ધર્મરાજાના ઘરે મેકલ્યો. ત્યારે કદ્ધ હિરણ્યનાભે મર્માઘાત કરનાર દશ કઠિન બાણો વડે પ્રહાર કરીને જયસેનને માર્યો. હવે પદ્ગ–તલવાર ખેટક ધારણ કરનાર મહાસુભટ જ્યસેનને ભાઈ મહીજય રથથી ઉતરીને હિરણ્યનાભની સામે દોડયો. ત્યારે હિરણ્યનાભે દૂરથી પણ સુર બાણ વડે તેના મસ્તકને છેવું. હવે બે ભાઈઓના વધથી કુદ્ધ થયેલે અનાવૃષ્ટિ યુદ્ધ કરવા લાગ્યો. અને બીજા પણ જરાસભ્યના રાજાઓએ ભીમ અર્જુન આદિ અને યાદવની સાથે કદ્વયુદ્ધ વડે અલગ-અલગ યુદ્ધ કર્યું. જ્યોતિષ્ક દેવના સ્વામીની જેમ પૂર્વમાં જ્યોતિક રાજાભગદત્ત હાથી ઉપર રહેલો મહાનેમિની સામે દેડયો. તેણે કહ્યું. હું તારે ભાઈ કૃષ્ણને સાલે રુકિમ અથવા અશમક નથી. પરંતુ હું નારકિજીને વૈરિ પરમાધામો છું. તેથી હે! દૂર જા એમ કહીને તે વેગ વડે હાથીને પ્રેર્યો. ' P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust