________________ 304 નગરીના સ્વામી રાજા હિરણ્યનાભને ચકચૂના સેનાનીપણામાં અભિષિક્ત કર્યો અને ત્યારે સૂર્ય અસ્ત થયે. - હવે યાદોએ રાત્રે ચકચૂહના પ્રતિદ્વન્દભૂત શત્રરાજા માટે દુઘ ગરુડબૂડની રચના કરી. આ વ્યુહના મુખમાં મહાતેજસ્વી કુમારોમાં અર્ધકોડ. અને મસ્તકે બળદેવ અને કૃષ્ણ રહ્યા. અક્રુર, પદ્મ, સારણ વિજયી જરકુમાર સુમુખ, દઢમુષ્ટિ વિદૂરથ, અનાધૃષ્ટિ, દુર્મુખ, અને સુમુખ એ વસુદેવના પુત્રે લક્ષરથસહિત કૃષ્ણના પીઠરક્ષક થયા. અને તેઓની પાછળ ક્રોડરથસહિત રાજા ઉગ્રસેન રહ્યો. તેની પણ પાછળ રક્ષક તેના ચાર પુત્રે રહ્યા. પુત્ર સહિત ભેજવૃષ્ણિના પુત્ર ઉગ્રસેનની રક્ષા માટે તેની પાછળ ધર–સારણ—ચન્દ્રદુર્ધર અને સત્યક આ પ્રમાણે રાજાઓ રહ્યા. ' હવે દક્ષિણ પક્ષને આશ્રય કરીને મહાભૂજબળી સમુદ્રવિજય રાજા ભાઈઓ અને ભાઈઓના પુત્રની સાથે રહ્યો. મહાનેમિ, સત્યનેમિ, દઇનેમિ, સુનેમિ, પ્રભુ અરિષ્ટનેમિ, વિજયસેન, મેઘ, મહીજય, તેજસેન, જયસેન તથા મહાઘતિ એ સમુદ્રરાજાના કુમારે પાશ્વભાગમાં થયા અને બીજા પણ પચ્ચીસલક્ષ રથસહિત ભૂપાળા સમુદ્રવિજય રાજાની પાસે રહેનારા પુત્રની જેમ રહ્યા. વામપક્ષને આશ્રય કરીને રામના પુત્રો તથા મહાયોદ્ધા યુધિષ્ઠિર પ્રમુખ પાંડે રહ્યા. ઉમૂહ, નિષધ, શત્રુદમન, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust