________________ 289 તેણે પણ કહ્યું, કયાં જાઉં? તે પછી તેણીએ કહ્યું, મશાનમાં જા, ફરી તેણે પૂછયું. મારે કયારે આવવું. એમ પ્રદ્યુમન બોલ્યો, તે પ્રમાણે થાઓ ! તેણીએ ક્રોધ વડે કહ્યું, જ્યારે હાથથી પકડીને શબને અહીં લાવું ત્યારે તારે આવવું. ત્યારે જે મારી માતા આદેશ કરે છે. તે પ્રમાણે થાઓ ! એમ કહીને પ્રદ્યુમ્ન શમશાનમાં ગયો. શાંબ પણ ભમતે ત્યાં આવ્યો. બને પણ રમશાનમાં ઘણું ધન દાહ-શુકના રૂપમાં ગ્રહણ કરીને નગરીના મરેલા મડદાઓને જલાવવા દે છે. તે આ બાજુ સત્યભામાએ પોતાના પુત્ર ભીરુ માટે નવાણું કન્યાઓ મનપસંદ મેળવી. અને પ્રયત્નપૂર્વક એક કન્યાની તપાસ કરે છે. પ્રદ્યુમ્ન તે પ્રજ્ઞસિ વિદ્યાવડે તે જાણીને સેનાવિકુવી અને પિતે તે ક્ષણે જિતશત્રુ નામને રાજા થયો. અને શબને દેવ કન્યા જેવી તેને કન્યા કરી. તે પછી સખીઓની સાથે પરિવરાયેલી અને કીડા કરતી ભીરુની ધાવમાતાએ ઈ. તેને જાણીને તેણે તેજ સમયે સત્યભામાને જણાવ્યું. ત્યારે સત્યભામાએ તેની જિતશત્રુ રાજાની પાસે એક પુરૂષ પાસે માંગણી કરાઈ. તેણે પણ કહ્યું. હું કન્યાને ત્યારે આપું જે સત્યભામા અને હાથ પકડીને દ્વારકામાં પ્રવેશ કરાવે. અને બીજુ વિવાહના સમયમાં આને હાથ ભીરુકના હાથ ઉપર જે સત્યભામા કરાવે તે મારી પુત્રો ભીરને આપ એમ કહ્યું. તે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust