________________ તે પછી તે જ સમયે તેને પરણનારી કન્યાઓને વિદ્યા વડે હરણ કરીને નારદની પાસે મુકી, નારદે તેમને કહ્યું. બાલિકે ! ભય ન પામે. આ પણ કેશવને પુત્ર છે. તે પછી તે પ્રદ્યુમ્ન વાનર સહિત પુરૂષ થઈ ને વનપાલકોને કહ્યું. મારા ભુખ્યા વાનરેને ફલાદિ આપો. ત્યારે તે વનપાલકે કહ્યું. હમણાં આ ઉદ્યાન અમારા દ્વારા ભાનુકના વિવાહ માટે રક્ષા કરાય છે. તેથી તારે કાંઈ ન કહેવું. ત્યારે ઘણાં ધન વડે તેમને પ્રલોભન આપીને પ્રદ્યુમને પ્રવેશ કરીને તે વાનરે વડે તે ઉદ્યાનને ફલાદિથી રહિત કરાવાયું. તે પછી જાતિવંત ઘોડાને વ્યાપારી થઈને તે ઘાસની દુકાને ગયો. ત્યાં દુકાનદારો પાસે પોતાના ઘડા માટે ઘાસની યાચના કરી. પરંતુ પૂર્વની જેમ તેણે ન આપતા. તેઓને ધનના લેભ વડે પ્રલોભિત કરીને પોતાની વિદ્યા વડે સવે દુકાને ઘાસ રહિત કરી. . . . - તે પછી તેમજ વિદ્યા વડે જલપાન કરીને સ્વાદુજલના સ્થાનેને જલ રહિત કર્યા. તે પછી ઘડાઓના સ્થાનમાં જઈને તેણે પોતે ઘોડાને ચલાવ્યું, ત્યારે ભાનુકે તેને ઘોડે જોયો અને પૂછયું આ ઘોડે કેને? કૌતુકી પ્રદ્યુમ્ન પણ “આ મારે ઘડે” એમ કહ્યું. ત્યારે ભાનુકે આદર સહિત કહ્યું. તું આ ઘેડાને મને આપ, તું જે મૂલ્ય માંગશે તેનાથી તને વધારે પણ આપીશ.uri M.S. Jun Gun Aaradhak Trust