________________ 283 તે ગજરાજ ઉપર ચઢીને હસ્તિશાળામાં જલદી લઈ જઈને આલાન સ્તંભમાં બાંધ્યું. ત્યારે નગરજનોને આશ્ચર્યકારક તે બનેને રાજાએ હેષિત થઈને બેલાવ્યા. : તે પછી “જે તમારી ઈચ્છા હોય તે માંગો” એમ રુકિમએ કહ્યું. તેઓએ “આ વૈદભીને આપે”, અમારે અનાજ રાંધનારી નથી. આથી અમે માંગીએ છીએ. તે સાંભળીને કુપિત રુકિમ તે બન્નેને નગરમાંથી બહાર કઢાવ્યા. હવે પ્રઘને શબને કહ્યું, રુકિમણી દુખપૂર્વક રહેલી છે. તેથી વૈદભી કુમારીને પરણવામાં વિલંબ એગ્ય નથી. એમ પ્રદ્યને કહો છતે નિમલ રાત્રી થઈ. તે પછી લોકે નિદ્રાધિન થયે છતે પ્રદ્યુમ્ન પિતાની વિદ્યાના બલથી જ્યાં વૈદભી રહેલી છે તે મહેલની સાતમી ભૂમિ ઉપર ગયો. તેણે તેના હાથમાં બનાવટી રુકિમણીના સ્નેહને લેખ આપ્યું. તે વાંચીને પ્રીતિ પૂર્વક બેલી. હે ભદ્ર! બોલ હું તને શું આપું? તેણે પણ કહ્યું. હે સુચના ! મને તારો આત્મા જ આપ. જેના માટે તને માંગી છે તે જ પ્રદ્યુમ્ન છું. તે પછી અહો ! ભાગ્ય વેગથી વિધાતા વડે સારું જ થયું. એમ બેલતી તે વૈદભએ પ્રીતિપૂર્વક તેનું વચન. માન્યું. તે પછી વિદ્યાના બળથી અગ્નિ કરીને અને સાક્ષી કરીને પ્રદ્યુમ્ન કંકણસહિત વેતવસ્ત્રવાળી તેને પરણ્ય. અને ઈચ્છા પૂર્વક વિવિધ કિડાઓ વડે તેને ભેવી, અને રાત્રીના અંતમાં આ પ્રમાણે કહ્યું: સુંદરી! હું શાબની પાસે જાઉં છું. માતાપિતા વડે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust