________________ 271 તેણીએ પણ કહ્યું. મેં હમણાં જ તેરણ દ્વાર ઉપર છેડો છે. તું તે મહાત્માને અહીં લઈ આવ એમ સત્યભામાએ આદેશ કરાયેલી દાસી જલદીથી તે માયાવી બ્રાહ્મણને ત્યાં લવાયો. તે આશિષ આપીને બેઠો. સત્યભામાએ કહ્યું. હે વિપ્ર ! શક્યરુકિમણીથી મને રૂપમાં અધિક કર. માયાવી વિપ્રે પણ કહ્યું. તું ખરેખર સ્વરૂપવાન દેખાય છે. બીજી સ્ત્રીઓમાં તે કયાંય આવું રૂપ ખરેખર હું તે જેતે નથી. ત્યારે સત્યભામાએ કહ્યું. ભદ્ર! આ સારું બોલે છે, તેપણ રૂપમાં અનુપમ મને વિશેષપણે કર. તે પછી માયાવી વિપ્રે કહ્યું, જે એવી ઈચ્છા હોય તો પહેલા સર્વથા વિરૂપવાળી થા. રૂપમાં વિશેષતા તે મૂલમાં વિરૂપ હોય તે થાય, ત્યારે શું કરું ? એમ તેણીએ પૂછયું. તે વિપ્રે આ પ્રમાણે આદેશ કર્યો. પ્રથમ મસ્તક મુંડાવ, તે પછી તારા દેહ ઉપર ચારે બાજુ કાળી સાહીને લેપ કર અને જીર્ણ ખંડિત મલિન થયેલા વસ્ત્રવાળી થઈને મારી પાસે આવે જેથી હું તને રૂ૫, લાવણ્ય, સૌભાગ્ય લક્ષ્મીને જલદીથી તારામાં આરોપણ કરું. ' તે પછી તે રૂપની ગરજવાળી થઈને તે પ્રમાણે કર્યું. હવે તે વિપ્રે આ પ્રમાણે કહ્યું. હું ક્ષુધાથી પીડિત છું સ્વસ્થ નથી. તેથી શું કરું ? ત્યારે સત્યભામાએ તેને ભેજન માટે રસોયાને આદેશ આપ્યો. ભેજન માટે જતા બ્રાહ્મણે સત્યભામાના કાનમાં આ પ્રમાણે સંભળાવ્યું છે ?