________________ 206 સ્વામીને પિતાના મેળામાં બેસાડીને ત્યાં ઊંચા સિંહાસન ઉપર બેઠે. હવે અચુત પ્રમુખ ચોસઠ ઈન્દ્રોએ પણ ભક્તિ વડે ભેગવંતને સ્નાન કરાયું. તે પછી સૌધર્મો પણ ઈશાનેન્દ્રના ખોળામાં સ્વામીને સ્થાપીને વિધિપૂર્વક સ્નાન કર્યું. અને, દિવ્ય પુષ્પ આદિ વડે પૂજ્યા. તે પછી પ્રભુની આરતી આદિ કરીને અને નમસ્કાર કરીને હાથ જોડીને સ્તવના માટે ભક્તિથી ભરેલા હદય વડે આરંભ કર્યો. “હે મેલગામી શિવાદેવીની કુક્ષી રૂપી શક્તિમાં મુકતાફળ ! હે પ્રભુ ! હે શિવાદેવીના ખેળાના રત્ન. અમારે મોક્ષ માટે થાઓ, હે બાવીસમાં તીર્થકર. હાથમાં રહેલાં મેક્ષ સુખવાળા, જાણેલા છે સર્વ પદાર્થોને એવા, અનેક પ્રકારની લક્ષમીના નિદાનરૂપે હે પ્રભુ! તમને અમારે નમસ્કાર થાઓ. હે જગતના ગુરુ ! આ હરિવંશ આજે પવિત્ર થયો. ભરત ક્ષેત્રની ભૂમિ આજે પવિત્ર થઈ. જ્યાં ચરમશરીરી તીર્થરાજ તમે અવતર્યા. હે ત્રિભુવનને વલ્લભ! વેલડીયોના વિસ્તારમાં મેઘની જેમ કૃપા માટે તમે જ એક આધાર છે. - બ્રહ્મચર્યના એક સ્થાનરૂપ. ઐશ્વર્યના એક આશ્રય રૂપ તમે જ છે. હે જગત્પતિ! આપના દર્શન વડે પણ ખરેખર પ્રાણિઓના મોહને નાશ થવાથી દેશના કાર્યની સિદ્ધિ થાય છે. હે હરિવંશ કુળરૂપ વન માટે વર્ષધર ! કારણ વિના પણ તમે રક્ષણ કરનાર, કારણ વિના પણ તમે વાત્સલ્યવાળા, કારણ વિના પણ સર્વેનું ભરણ પોષણ કરનાર, હે પ્રભે ! આજે અપરાજિત અનુત્તર વિમાનથી પણ ભરત ક્ષેત્ર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gur: Aaradhak Trust