________________ 224 પાસે વિકુવી તેને જોઈને કાલકુમારે પૂછયું. હે ભદ્ર, તું કોણ છે? શા માટે તું રુદન કરે છે ? ત્યારે તેણીએ કહ્યું. જરાસન્ધથી ડરેલા સર્વે યાદ નાઠા. અને તેઓની પાછળ કાળની જેમ વીરકાલકુમાર દોડયો. તેઓને નજીક આવેલા સાંભળીને સર્વે પણ યાદવોએ અગ્નિમાં પ્રવેશ કર્યો. દશાહ, અને રામ-કૃષ્ણ, આ ચિતામાં પ્રવેશ કર્યો. તે ભાઈના વિયેગથી હું પણ આ અગ્નિમાં પ્રવેશ કરું છું. એમ કહીને તેણીએ અગ્નિમાં પ્રવેશ કર્યો. હવે દેવતાવડે મોહિત કરાયેલા કાલે યવન અને સહદેવને અને બીજા પણ રાજાઓને કહ્યું કે મેં તાતની અને બહેનની આગળ આ પ્રતિજ્ઞા કરી છે જે આગમાંથી પણ ખેંચીને યાદવેને નિશ્ચિત મારીશ. હવે તે મારા ભયથી અગ્નિમાં પ્રવેશેલા યાદવેને મારવા માટે હું પણ સત્ય પ્રતિજ્ઞાવંત આ જલતી આગમાં પ્રવેશ કરીશ. એમ કહીને તે કાલ તલવાર અને ઢાળ હાથમાં લઈને પતંગિયાની જેમ અગ્નિમાં પ્રવે. અને દેવતા વડે ઠગાયેલે પોતાના સ્વજનેના દેખતાં મ. ન : - આંતરામાં સૂર્ય અસ્ત થઈને પર્વતની બીજી બાજુ ગયે. તેથી તે યવન સહદેવાદિ ત્યાં જ રત રહ્યા. સવાર થયે તેઓએ તે પર્વત અને તે ચિતાને ન જોઈ. એ આવીને યાદ દૂર ગયા એમ તેમને કહ્યું. વૃદ્ધપુરુષેએ વિચારીને દેવકૃત સંમહિને જાણીને યવન આદિ પાછા ફરીને તે સર્વવૃત્તાંત જરાસંધને કહ્યો. અને તે સાંભળીને ઘી મૂરછ વડે