________________ સ્વીકાર્યો. અગ્નિભૂતિ વાયુભૂતિ મરીને સૌધર્મ દેવલેકમાં છ પલ્યોપમના આપ્યુવાળા દેવ થયા. ત્યાંથી ચ્યવીને ગજપુરમાં અહંદુદાસ શેઠના પુત્ર પૂર્ણભદ્ર-માણિભદ્ર નામના પૂર્વભવના અભ્યાસથી શ્રાવક થયા, એકદા તે નગરમાં મહેન્દ્ર મુનિ આવ્યા. તેની પાસે ધર્મ સાંભળીને અદુદાસ શેઠે ચારિત્રગ્રહણ કર્યું. તે બન્ને પૂર્ણભદ્ર-મણિભદ્ર પણ તે મુનિને વદન માટે જતાં માર્ગમાં ચંડાલ અને કુતરીને જોઈ. તેજ, સમયે તેમના ઉપર નેહ થયો. - તે પછી જલ્દી જઈને અને મુનિને નમીને પૂછ્યું ભગવંત! આ ચંડાળ કેણ? અને આ કુતરી કેણ? જેને જેવાથી અમને બન્નેને નેહ થયો. ત્યારે તે સાધુએ કહ્યું. અગ્નિભૂતિ–વાયુભૂતિ ભવમાં તમારા પિતા સોમદેવ બ્રાહ્મણ અને માતા અગ્નિલા નામની હતી. તે પિતા મરીને આજ ભારતમાં શંખપુરમાં જિતશત્રુ રાજા થયો. અને તે અતીવ પરસ્ત્રીમાં આસક્ત થયો. અગ્નિલા પણ મરીને તેજપુરમાં સમભૂતિ બ્રાહ્મણની રુકિમણી નામની સ્ત્રી થઈ એકવાર તે પિતાના ઘરના આંગણામાં ગયેલી ત્યારે જિતશત્રુ રાજાએ જતાં જોઈ અને ત્યારે જ તે કામવશ થયો. તે પછી સમભૂતિ ઉપર અપરાધ ઉત્પન્ન કરીને તેને અંતપુરમાં લાવી. તે બ્રાહ્મણ તે તેના વિરહથી પીડિત અગ્નિમાં પડેલાની જેમ થયો. રાજા જિતશત્રુ તેની સાથે હજારો વર્ષ સુધી ભેગેને ભેળવીને અને મરીને ત્રણ પલ્યોપમનો. આયુષ્યવાળે નરકમાં નારકી થૈયો. - " P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust