________________ 47 - તે પછી ચવીને હરણ થયું. અને તે શિકારિયો વડે મરાયો. ત્યાંથી માયામંદિરમાં શેઠ પુત્ર થયો. તે પણ મરીને હાથી થયો. દેવયોગયી જાતિસ્મરણ પામીને હાથી અનશન કરીને અઢારમે દિવસે મરીને ત્રણ પલ્યોપમના આયુષ્યવાળો વૈમાનિક દેવ થયો. ત્યાંથી આવીને તે. ચંડાળ થયો છે. અને તે રુકિમણું ભવમાં ભમીને આ કુતરી થઈ. તે કારણથી તમારે એમના ઉપર નેહ છે. એમ સાંભળીને તે બને પૂર્ણભદ્ર-માણિભદ્રને ત્યારે થયેલ જાતિસ્મરણ વડે તે ચંડાળ અને કૂતરીને પ્રતિબંધિત કરી. - તે પછી વિરક્તચંડાળ એક માસનું અનશન કરીને અને મરીને નન્દીશ્વરદ્વીપમાં દેવ થયો. તે પ્રતિબંધિત થયેલી કુતરીએ પણ કરેલ અનશનવડે મરીને તેજ શંખપુરમાં સુદર્શન નામની રાજપુત્રી થઈ ફરી પણ તે મહેન્દ્ર સાધુ ત્યાં આવ્યા. ત્યારે તેઓના દ્વારા અહંદુદાસના પુત્રેવડે કુતરી અને ચંડાળની ગતિ પૂછાઈ તેમણે સર્વે પણ તેમજ કહ્યું. તે પછી તેઓના દ્વારા જ તે રાજકુમારી પ્રતિબંધિત કરાઈ. દીક્ષા લઈને દેવલે કે ગઈ. તે બને પૂર્ણભદ્ર-મણિભદ્ર તે શ્રાવક ધર્મ પાળીને અને મરીને સૌધર્મ સામાનિક દેવ થયા. તે ત્યાંથી ચ્યવીને તે બંને હસ્તિનાપુરમાં વિશ્વકસેન રાજાના મધુકૈટભ નામના બે પુત્રો થયા. હવે તે નન્દીશ્વરદેવ ચ્યવીને અને ચિરકાળ અનેકભમાં ભમીને વટપુરમાં કનકપ્રભ નામને રાજા થયો. તે સુદર્શન દેવકથી એવીને ઘણું “ભમીને કનકપ્રભ રાજાની ચદ્રાંભા નામની રાણી થઈ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust