________________ 253 - હવે કેઈપણ ગામમાં ગયેલી ધર્મશ્રીએ નાયલ નામના શ્રાવકને સંપી. ત્યાં એકાતર ઉપવાસ કરતી રહી. સદા જિનપૂજામાં આસક્ત તે નાયલના ઘરે બાર વર્ષ વ્યતીત કર્યા અંતમાં અનશન કરીને અને મરીને અય્યત ઈન્દ્રની પટ્ટરાણી પંચાવન પલ્યોપમનું આયુષ્યવાળી થઈ ને પછી વને કૃષ્ણની પટ્ટરાણી રુકિમણ નામની થઈ મયૂરીને બાળકને વિયોગ દેવાના કર્મથી સોળ વર્ષનું પુત્રવિયોગનું દુઃખ તે રુકિમણી ભેગવશે. છે એમ સાંભળીને નારદ તે તીર્થકર ભગવંતને પ્રણામ કરીને અને ઉડીને વૈતાઢય પર્વત ઉપર મેઘફૂટ નામના પુરમાં આવ્યો. મહાભાગ્યથી તમારે પુત્ર થયો. અને આ પ્રમાણે બોલતાં તે નારદ કાલસંવરવડે પૂજાયે. અને તેને પ્રદ્યુમ્ન કુમાર બતાવ્યો. નારદ પણ તેને રુકિમણી જે જોઈને સંપૂર્ણ વિશ્વાસભાગ થઈને તે વિદ્યાધરને પૂછીને દ્વારકા નગરીમાં ગયો. અને કૃષ્ણને પુત્રના સર્વ, સમાચાર કહ્યા. રુકિમણીના પણ લક્ષ્મીવતીના જીવથી આરંભીને સર્વ ભવેને કહ્યા. અને તે રુકિમણીદેવીએ ભક્તિવડે અંજલી જેડીને - ત્યાં રહેલા પણ સીમંધરસ્વામીને વંદના કરી. સોળ વર્ષ પછી પુત્રની સાથે સંગમ થશે. એ પ્રમાણે અરિહંત ભગ વંતના વચનવડે સ્વસ્થ થયલી રહી. પાંડવઅધિકાર” . ક અને અહીં પૂર્વમાંશ્રી રાષભસ્વામીને કુરૂનામને પુત્ર થયો. તેના નામથી કુરૂ નામનું ક્ષેત્ર અહીં કહેવાય છે. WAO. Guntetnasul Jun Gun Aarddhak Trust