________________ 258 . તે પછી કેપસહિત સાધુ અને સાધવીઓએ તે સમદેવ પ્રમુખ લોકેને કહ્યું. બે રતા, ત્રણ રસ્તા, ચાર રસ્તા અને મેદાનવાળા જુદા રસ્તાવાળા મહાપથમાં નાગશ્રીનું દુષ્કર્મ પ્રકટ કર્યું. - તે પછી સોમદેવ આદિ વડે ઘરથી બાહર કઢાએલી તે પાપિણી નાગશ્રી લકે વડે નિર્ભસના કરાતી ચારે બાજુ દુખી થઈને ભમી. કાસ-શ્વાસ–જવર-કુષ્ઠ આદિ ભયંકર સેળરેગ વડે આક્રાન્ત થઈને આ ભવમાં પણ નરકપણાને પામી શ્રુધિત-નૂષિત, જીર્ણ વસ્ત્રવાળી અને આશ્રય રહિતપણે ભમતી અનુક્રમે મરીને છઠ્ઠી નરકમાં ગઈ. આ ત્યાંથી નિકળીને સ્વેચ્છપણામાં અવતરી. ત્યાંથી પણ મરીને સાતમી નરકમાં ગઈ ત્યાંથી નિકળીને મચ્છપણામાં આવી. પાછી સાતમી નરકમાં જઈને મત્સ્યમાં ઉત્પન્ન થઈ . આ પ્રમાણે તે પાપિણી સાતે નરકમાં બે-બેવાર ગઈ અને તે પછી પૃથિવીકાયાદિમાં અનેકવાર ઉત્પન્ન થઈને અકામ નિજરાના યોગથી ઘણું દુષ્કર્મ ખપાવ્યા. અને તે પછી તે અહીં જ ચમ્પાનગરીમાં સાગરદત્ત શેઠની સુભદ્રાની કુક્ષીથી ઉત્પન્ન થયેલી સુકુમારિકા નામની પુત્રી થઈ અને ત્યાં જ જિનદત્ત સાર્થવાહ મહાધનવાન હતા. તેની ભદ્રા નામની પત્ની અને સાગર નામને પુત્ર હતા. એકવાર સાગરદત્તના ઘરની પાસેથી જતાં જિનદત્ત P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust