________________ ૨પ૭ ગુરૂભગવંતે તેની ગંધ સુંઘીને આ પ્રમાણે બોલ્યા. ભે ભે વત્સ ! જે આ તું ખાઈશ તે મરીશ તેથી આને જલદી પરઠ. બીજુ પીંડ સારૂં જાણીને અને લાવીને પારણું કર. આ પ્રમાણે ગુરૂભગવંતે કહેવાથી તે મુનિ-ગામ બહાર જઈને શુદ્ધ સ્થડિલ ભૂમિને પ્રાપ્ત કરી. ત્યાં પાત્રમાંથી તુમ્માનું એક રસબિન્દુ આપોઆપ ભૂમિ ઉપર પડ્યું. અને ત્યાં તેને લાગેલી કીડિયો મરેલી જોઈ ત્યારે તે મુનિએ વિચાયું” આ એક બિન્દુથી પણ અનેક મરે છે તે આ પરિષ્ઠાપન વડે તે કેટલાં પ્રાણાયોનું મરણ થાય ? જ તે પછી હું એકજ મરું તે ઉત્તમ છે. ફરી ઘણા જીવો મરે તે ઠીક નથી. એમ નિશ્ચિત કરીને સમાધિસહિત તે તુમ્બાના શાકને તે જ વાપર્યું. અને આરાધના સારી રીતે કરીને સમાધિયુક્ત આયુષ્ય પૂર્ણ કરીને સર્વાથ સિદ્ધ નામના અનુત્તર વિમાનમાં અહમિન્દ્ર દેવ થયા. અને આ બાજુ તે ધર્મઘોષસૂરિએ ધર્મરૂચીને આટલે વિલંબ કેમ થયા? “એ જાણવા માટે બીજા સાધુઓને આદેશ આપ્યું. - સાધુઓ બાહર ગયા ત્યાં તેને મરેલે જોયો.” તે પછી તેના રજોહરણ આદિ લઈને અને આવીને ઘણું ખેદપૂર્વક તેઓએ ગુરૂને કહ્યું. તે અતિશય જ્ઞાનના ઉપયોગ વડે ગુરૂએ નાગશ્રીનું સર્વ દુલ્ચરિત્ર સર્વ સાધુઓને કહ્યું. 17. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust