________________ 55 “ૌપદી' નામની કન્યા છે. તેના સ્વયંવરમાં દશ દર્શાહ રામ-કેશવ, દમદન્ત, શિશુપાળ, રુકિમ, કર્ણ, દુર્યોધન આદિ અને બીજા પણ ઘણું મહાબાલિ રાજાઓ કુમારને અમારા સ્વામીએ લાવ્યા. હમણું તેઓ આવે છે. તમે પણ આ દેવકુમાર જેવા પાંચ પુત્રોની સાથે ત્યાં આવીને તેસ્વયંવરમડપને અલંકૃત કરે. એમ સાંભળીને ખુશ થયેલેટ પાંડુ તે પાંચ પુત્રોની સાથે બાણમાં કંદર્પની જેમ ત્યારે જ કંપિત્યપુર ગયો. અને બીજા પણ રાજાઓ આવ્યા. દુપદ રાજા વડે સર્વે પણ તે રાજાઓ પૂજાયા, ત્યાં સ્વયંવર મંડપમાં આકાશમાં રહેલાં ગ્રહોની જેમ શોભાયમાન થયા. હવે સ્નાન કરીને સુંદરવેષ-માલા અલંકારાદિ ધારણ કરેલી દ્રૌપદી અરિહંતને પૂજીને સખીયોથી પરિવરાયેલી રુપ વડે સુરકન્યાની જેમ સામાનિક દે વડે ઈન્દ્રની જેમ રામ-કૃષ્ણ વડે અલંકૃત કરાયેલી તે સ્વયંવર મંડપમાં આવી. સખીએ સવે રાજાઓને બતાવતે છતે તે દ્રૌપદી જ્યાં પાંચ પાંડ બેઠા છે ત્યાં આવી ત્યારે તે અનુરાગવાળી તે પાંચેના પણ ગળામાં એક સાથે વરમાળા પહેરાવી. આ શું? આ પ્રમાણે ત્યાં રાજમંડળ જ્યાં આશ્ચર્યમગ્ન થયું. ત્યાં કેઈ ચારણકર્ષિ આવ્યા. આ દ્રૌપદીને પાંચ પતી કેમ થયા? એમ કૃષ્ણાદિ વડે પૂછાયું. મુનિએ કહ્યું. “આ પૂર્વભવમાં ઉપાર્જિત કરેલા કર્મ વડે નિશ્ચિત પાંચ પતિવાળી થશે. અહીં શું આશ્ચર્ય છે?” કારણ કે કર્મની ગતિ તે વિષમ જણાય છે. તે આ પ્રમાણે, Aaradhak Trus .