________________ 252 બળીને મસ્તક ફૂયું તે વેદનાથી મરીને તે ભૂગુકચ્છ નગરમાં નર્મદાના કિનારે દુર્ગધ અને દુર્ભગ નામકર્મ વાળી કાણાનામના ધીવર-મચ્છીમારની પુત્રી થઈ. તેની દુર્ગંધ સહન ન થવાથી તેના માતાપિતાએ તેને નર્મદાના કિનારે મુકી અને ત્યાં અનુક્રમે યૌવનાવસ્થાવાળી તે નાવ વડે લેકેને જ ઉતારતી. " ' હવે દૈવયોગથી તે સમાધિ ગુપ્ત ઋષિ શીતઋતુમાં ત્યાં આવ્યા. અને રાત્રે કાર્યોત્સગપણે પર્વતની જેમ નિશ્ચલ રહ્યા. આ મહાત્મા સંપૂર્ણ રાત કઈ રીતે દુઃખે સહન કરાય એવી ઠંડીને સહન કરશે ? એમ કરૂણાવાળા ચિત્ત વડે તેણીએ વિચારીને તે મુનિને ઘાસ વડે ઢાંકયા. અને રાત્રી પૂર્ણ થયે તેણીએ મુનિને પ્રણામ કર્યો. મુનિએ પણ તેના ભદ્રકપણાથી તેને ધર્મ કહ્યો. ત્યારે તેણીએ મેં આમને ક્યાંક પણ પૂર્વમાં જોયા છે એમ ઘણા સમય સુધરે વિચાર્યા પછી તેણીએ પૂછ્યું છતે તે મુનિએ તેના પૂર્વ ભવને કહ્યા. ફરી પણ તે મુનિએ કહ્યું. કે– - સાધુની નિંદાના કારણે અહીં તું દુર્ગધવાળી થઈ છે. કારણ કે “સર્વ કર્મને અનુસાર વર્તે છે તેથી તેના ક્ષય માટે પ્રયત્ન કરે!” એમ સાંભળીને તેણીએ થયેલું છે જાતિસ્મરણ જ્ઞાન જેને એવી એ પૂર્વભવમાં કરેલી સાધુની જુગુપ્સાને જાણવા લાગી પછી તે મુનિને ફરી-ફરી ખમાવ્યા. અને પિતાની ઘણું જ નિંદા કરી. ત્યારથી તે શ્રાવિકા થઈ. અને તે દયાળ મુનિએ ધર્મશ્રી નામની આર્યને સૌપી તેમની સાથે વિચરતી તે અત્યંત સુખી થઈ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust