________________ ગમન કરનાર તે દંડિત જ કરવા જોઈએ. ચંદ્રાભા ફરી પણ બેલી. “જે આ પ્રમાણે ન્યાયકારી હોય તે તમે તમારા આત્માને પારદારિક પ્રથમ કેમ નથી જાણતા? તે સાંભળીને તે પ્રતિબંધ પામેલો લજિત થઈને રહ્યો. ની હવે ત્યાં ગાતે, નાચતે, અને પાગલપણાની ચેષ્ટાં કરતે. બાળકેથી ઘેરાયેલે તે કનકપ્રભ આવ્યો. તેને જોઈને ચંદ્રાભાએ વિચાર્યું. મારા વિયોગ વડે જ આ મારા પતિ આવી દુર્દશાને પ્રાપ્ત થયા. તેથી મને પરવશ થનારને ધિકાર છે ધિક્કાર છે. આ પ્રમાણે તેણે વિચારીને તેને આવતે કનકપ્રભ મધુને બતાવ્યો. મધું પણ તે પિતાના દુષ્કર્મ વડે ઘણે અનુતાપ પામ્યો. અને પિતાને આત્માની ફરી-ફરી નિંદા કરી. તે પછી ધુન્ધ નામના પુત્રને રાજ્ય ઉપર સ્થાપન કરીને કૈટભસહિત મધુ રાજાએ વિમલવાહન ગુરૂની પાસે દીક્ષા ગ્રહણ કરી. તે બનેએ ઘણા હજાર વર્ષ સુધી અતિઉગ્ર તપ કર્યું. - દ્વાદશાંગીના ધારક સદેવ સાધુઓની વૈયાવચ્ચ કરનાર બને પણ અંતમાં અનશન કરીને ગ્રહણ કરી છે આલોચના જેમણે એવા તે બને મરીને મહાશુક્ર દેવલોકમાં સામાનિક દેવ થયા. તે કનકપ્રભનૃપ પણ સુધા તૃષા આદિ વડે પીડાતે ત્રણ હજાર વર્ષ પૂર્ણ કરીને મર્યો. અને જ્યોતિષ દેવલેકમાં ધૂમકેતુ દેવ થશે. અને તેણે અવધિજ્ઞાન વડે પૂર્વભવના વૈરી મધુને જાણીને જોયો. પરંતુ તે મોટી ત્રાદ્ધિવાળો હોવાથી તેણે ન ઓળખ્યો. તે પછી ત્યાંથી ચાવીને મનષ્ય ભવ પામીને તે તાપસ થયો. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust