________________ ર૩૭ - - : , * “વાસુદેવના અંતપુરમાં સર્વે નારદ સદા પૂજાયા છે. આ તે પતિવલભપણાથી ગવિત થયેલી મારૂં અભ્યસ્થાન આદિ તે દૂર પણ દષ્ટિપાત્રથી પણ મને ન જોયો. તેથી આને અતિરૂપ ધારિણી શેષની પ્રાપ્તિ કરાવીને મોટા સંકટમાં પાડું. એમ વિચારીને તે નારદ કુંડિનપૂરમાં આવ્યો. ત્યાં ભીષ્મક રાજા છે. તેની પત્ની યશોમતી તેને રૂકિમ નામને 'પુત્ર અને દિવ્યરૂપ ધારિણી રુકિમણી નામની પુત્રી છે ત્યાં તે ગયો. અને રૂકિમણીએ ઉઠીને નમસ્કાર કર્યો. I અર્ધભરતને સ્વામી કૃષ્ણ તારે પતિ થાઓ એમ તેણે કહ્યું. ત્યારે તેણીએ “આ કૃષ્ણ કેણ ? એમ પૂછયું. નારદે અદ્ભૂત, અદ્વૈતરૂપ-સૌભાગ્ય, શૌર્યાદિ ગોવીદના ગુણેને કહ્યા. તેને સાંભળીને તે રૂકિમણી તે જ સમયે કેશવ ઉપર અનુરાગવાળી થઈ. કૃષ્ણને જ ઈચ્છતી મદનવિહવલ થઈને રહી. તેના રૂપને પટ ઉપર આલેખીને દ્વારકામાં આવીને નારદે વિષ્ણુને બતાવ્યું. - આંખમાં અમૃતસમાન તે રૂપને જોઈને કૃષ્ણ તેમને પૂછયું. ભગવદ્ ! આપે આ પટમાં આલેખેલી આ દેવીનું શું નામ છે? તે કહો ! ત્યારે નારદ હસીને બોલ્યો. કેશવ આ દેવી નથી. પરંતુ કુંડિન પુરના સ્વામી રુકિમ રાજાની બેન આ કુમારી છે. તે સાંભળીને તેના રૂપથી વિચિમત અને મહિત થયેલા કૃણે તે સમયે રુકિમની પાસે પુરૂષને મોકલીને મધુરવાણી વડે રુકિમણીની યાચના કરી. ત્યારે હસીને રુકિમઃ રાજા આ પ્રમાણે બેલ્યો. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust