________________ 243 કૃષ્ણ ! પૂર્વ મહાવિદેહમાં જઈને હું સીમંધર સ્વામીને પૂછું છું. એમ સાંભળીને હર્ષ વડે કૃષ્ણ અને બીજા પણ યાદ દ્વારા પૂજાયેલ પ્રાર્થના કરાયેલે નારદ સીમંધર સ્વામી પાસે ગયો. સમવસરણમાં રહેલા તે જિનેશ્વરને વંદન કરીને પૂછયું. હે પ્રભુ! કૃષ્ણ રુકિમણીને પુત્ર હમણાં ક્યાં છે? સ્વામીએ કહ્યું. પૂર્વભવના વૈરી ધૂમકેતુ દેવ વડે છલથી કૃષ્ણના પુત્ર પ્રદ્યુમ્ન નામને હરણ કરાય છે. તે વૈતાદ્યની શિલા ઉપર મુક્યો. પરંતુ તે ત્યાં ન મર્યો. કારણ કે “ચરમ શરીરી હોવાથી તેને મારવા માટે ઈન્દ્ર પણ શક્તિમાન નથી.” અને પ્રાતઃકાળમાં જતાં કાલસંવર બેચરેન્દ્ર વડે જેવાયો. પોતાની પત્નીને પુત્ર રૂપમાં આપ્યો. હમણાં ત્યાં સુખપૂર્વક માટે થાય છે. એમ સાંભળીને ધૂમકેતુ દેવની સાથે તેનું પૂર્વજન્મનું વૈર કેમ થયું ? એમ નારદ વડે ફરી પણ પૂછાયું ત્યારે સ્વામીએ આ પ્રમાણે કહ્યું. આજ ભરતક્ષેત્રમાં મગધદેશમાં શાલિગ્રામમાં મને રમ નામનું ઉદ્યાન, તેને અધિષ્ઠાયક યક્ષ સુમન નામને થયો. અને ત્યાં ગામમાં સેમદેવ નામને બ્રાહ્મણ હતો. તેની અગ્નિલા પત્નીથી અગ્નિભૂતિ–વાયુભૂતિ નામના વેદના અર્થના જાણકાર બે પુત્રો સુખ ભોગવતાં અભિમાનથી નિરંકુશપણે રહ્યા. એકદા તે મનરમ ઉપવનમાં નન્દિવર્ધન આચાર્ય પધાર્યા. અને લોકોએ આવીને વાંદ્યા. અગ્નિભૂતિ-વાયુભૂતિ તે. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhar Trust