________________ 230 આજે ગાંધારી નામના દેશમાં પુષ્કળાવતી નગરીમાં નગ્નજીત રાજાને પુત્ર ચારુદત્તરાજા થયો. તેની ગાંધારી નામની મનેરૂપને ધારણ કરનારી બેન હતી. તે પિતાના મૃત્યુ પછી ગેત્રિયો વડે ચારૂદત્ત પરાજિત થયો. ત્યારે તેણે દૂત વડે શરણ કરવા યોગ્ય જાણે કૃષ્ણને શરણ માટે આશ્ચય કર્યો. હવે તત્કાળ કૃષ્ણ ગાંધારમાં જઈને તેના ગોત્રીયોને રણમાં માર્યા. અને ચારૂદ આપેલી ગાંધારીને પરણ્યો. તેને પદ્માવતીના ઘરની પાસે રાખી. આ પ્રમાણે કેશવને ક્રમાનુસારમાં રહેલી આઠ પટ્ટરાણ થઈ , એક દિવસ રુકિમણીના ઘરે અતિમુક્તષિ આવ્યા. તેમને જોઈને સત્યભામાં પણ ત્યાં જલદી આવી. તેણે મુનિને પૂછયું. શું મારે પુત્ર થશે કે નહી ? ત્યારે “કૃષ્ણ સમાન તારે પુત્ર થશે” એમ કહીને તે મુનિ ગયા. હવે સત્યભામાં તે મુનિવચનને પિતાના માટે માનતી રુકિમણીને કહ્યું. મારે કૃષ્ણ સમાન પુત્ર થશે. રુકિમણીએ પ્રત્યુત્તર આપ્યો. ઋષિનું વચન છલથી ફળતું નથી. આ પ્રમાણે વિવાદ કરતી તે સત્યભામાં અને રુકિમણી કૃષ્ણની પાસે આવી. ત્યારે ત્યાં આવેલા પિતાના ભાઈ દુર્યોધન રાજાને સત્યભામાએ કહ્યું. મારે પુત્ર તારો જમાઈ થશે. રુકિમણીએ પણ તે પ્રમાણે જ કહ્યું. ત્યારે દુર્યોધન બેલ્યો. હું તેને પુત્રી આપીશ. જે પુત્રને તમારા બેમાંથી એકને જન્મ આપશે. ત્યારે સત્યભામા બોલી જેને પુત્ર પ્રથમ પરણશે તેના વિવાહમાં બીજીએ પિતાના કેશ આપવા. અને P AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust