________________ પાંચજંજ્યશખ અને, રીમને સુઘેષા શંખ, દિવાર, માલ્ય અને વ દિ આપ્યા. અને કહ્યું “હે કેશવ! હું સુસ્થિત નામને દેવ છું. તે શા માટે મને યાદ કર્યો છે ? કહો તમારું શું કરું? ત્યારે તે દેવને કૃણે કહ્યું. “જે પૂર્વમાં પૂર્વના વાસુદેવેની દ્વારિકા નગરી હતી તે તમે જલથી અંતર્ધાન કરી છે. તે સ્થાનમાં મારે પણ રહેવા માટે પાછી તે બાહર લાવો. તે દેવે પણ “હા” એમ કહીને અને તેમજ કરીને ઈન્દ્રને જણાવ્યું. ત્યારે સૌધર્મેન્દ્રની આજ્ઞાથી ધનદે બારજન લાંબી નવજન વિસ્તારવાળી રત્નમયી દ્વારકા નગરી બનાવી. તેને ચારે બાજુ અઢાર હાથ ઉંચે, નવ હાથ પૃથ્વીમાં રહેલે, બાર હાથ ચડે ખાઈસહિત દુર્ગ બનાવ્યું. ફરી ત્યાં ગોળ, ચાર ખુણાવાળાના વ્યાપવાળા, ગિરિકૂટ, સ્વસ્તિક, સર્વતે ભદ્ર, મન્દર, અવતંસા, વર્ધમાન આ પ્રમાણે નામવાળા લાખો પ્રાસાદ એક ભૂમિવાળા, બે ખંડવાળા, ત્રણ ખંડવાળા, સાત ખંડવાળા બનાવ્યા. ફરી વિચિત્રરત્ન, માણિક્ય, કનક, રૂપ્ય વડે ચાર રસ્તા ઉપર ત્રણ રસ્તા ઉપર દેવલોક જેવા હજારે જિનચૈત્યનું નિર્માણ કર્યું. ત્યાં પ્રથમ આગ્નેય કેણમાં દૂર્ગ સહિત સુવર્ણવાળે રવસ્તિક. નામને પ્રાસાદ સમુદ્રવિજય રાજાને થયે. તેની પાસે અભ્ય, સ્તિમિતના ક્રમશઃ નન્દાવર્ત અને ગિરિકૂટ નામના પ્રાસાદ કિલા સહિત થયા. અને સાગરના નૈઋત્યકોણમાં અષ્ટાંશ નામને પ્રાસાદ ઉચે થયે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust