________________ એમ સાંભળીને ક્રોધથી ધમધમતે સોમ સમુદ્રવિજય રાજાના પ્રતિ બે. હે દશહ! તારે આ પુત્ર કુલાંગાર સમાન છે. આની ઉપેક્ષા કેમ કરે છે? તેના વચન વડે ક્રોધથી જલતે અનાવૃષ્ટિકુમાર બેલ્યો. અરે સોમ ! પિતાની પાસેથી પુત્રોને વારે–વારે માંગતા તું લજાતે કેમ નથી ? તે જરાસબ્ધ જમાઈને વધ વડે દુઃખી થયે તે શું અમે અમારા છ ભાઈયોને વધથી દુઃખી નથી ? મહાભુજ બળી રામ-કૃષ્ણ અને બીજા પણ અકુરાદિ અમે તને આ પ્રમાણે બોલનારને નિશ્ચિતપણે સહન નહીં કરીએ.” એમ અનાધૃષ્ટિએ ક્રોધ વડે ધકકો મારેલે સેમ રાજા ક્રોધાક્રાન્ત સમુદ્રવિજય રાજા વડે ઉપેક્ષા કરાયેલે રાજગૃહમાં ગયે. હવે બીજે દિવસે રાજા સમુદ્રવિજયે પિતાના ભાઈયોને ભેગા કરીને કોર્ટુકિ નામના હિતકારી નૈમિત્તિકેમાં શ્રેષ્ઠને પૂછ્યું. “હે ભદ્ર! ત્રણ ખંડના સ્વામી જરાસન્ધની સાથે આ અમારે વિરોધ ઉત્પન્ન થયો છે. હવે આગળ અમારૂં જે ભાવી હોય તે કહે.” તેણે પણ કહ્યું : થોડા કાળમાં જ આ મહાબળી રામ-કેશવ તે જરાસંધને હણને ત્રણ ખંડના સ્વામી થશે. પરંતુ આપ હમણ સમુદ્ર કિનારાને ઉદ્દેશીને પશ્ચિમ દિશામાં જાઓ. ત્યાં જતાં પણ આપને વૈરીના ક્ષયને આરંભ થશે. અને જ્યાં આ સત્યભામાં બે પુત્રને પ્રસવે ત્યાં જ નગરીનું નિર્માણ કરીને નિઃશંકપણે આપે રહેવું. એ સાંભળીને રાજા હર્ષિત થયો. . તે પછી પોતાની જવાની ક્રિયાને વટહના ઉદ્ઘેષણા Act Sunratnasun