________________ 205 આ ત્રણે જગતમાં ઉદ્યોત થયો. અરિહંતના કલ્યાણકમાં ખરેખર આવું બને જ છે. તત્કાળ શિવાદેવીએ જાગીને તે સ્વપ્નને કહ્યા. સ્વપ્નના અર્થને પૂછવા માટે બોલાવેલ ક્રોપ્ટક નિમિત્તિયો ત્યાં આવ્યો. અને ત્યાં એક ચારણ ઋષિ ત્યારે જ આવ્યા. . - રાજાએ ઉભા થઈને તેમને વંદ્યા. અને મેટા આસન ઉપર બેસાડયા. કોમ્યુકિ સહિત તે મુનિને રાજાએ રવપ્ન ફળ પૂછયું. ત્યારે તેણે કહ્યું, “હે રાજન! તમારે ત્રણ જગતના પતી તીર્થકર રૂપમાં પુત્ર થશે. એમ કહીને તે સાધુ ગયા. તે રાજા-રાણી બને અમૃતરસમાં સ્નાન કરેલાની જેમ હર્ષને ધારણ કરનારા થયા. શિવાદેવીએ સુખપૂર્વક ગૂઢ ગર્ભ ધારણ કર્યો. પેટમાં રહેલો ગર્ભ પ્રત્યેક અંગમાં પણ લાવણ્ય સૌભાગ્યમાં ઉત્કૃષ્ટતા આપનાર થયે. હવે શ્રાવણ માસમાં શુકલપંચમીની રાત્રે ચિત્રાનક્ષત્ર આવે છતે ચંદ્રમાં સમાન પ્રકાશવાળો એ મરક્ત રત્નની જે શરીરની કાંતિવાળે શંખલંછનથી સુશોભિત પુત્રરત્નને જન્મ આપ્યું. તે પછી છપ્પન દિગકુમરીયોએ પિત પિતાના સ્થાનથી આવીને શિવાદેવી-જિનેશ્વરનું સૂતિકાકર્મ કર્યું. - સૌધર્મેન્દ્ર આવીને માતાની સમીપે પ્રભુનું પ્રતિબિમ્બ મુકી પંચરૂપ કરીને એકરૂપ વડે સ્વામીને ગ્રહણ કરતે અને બે રૂપ વડે ચામર ઢલતે, એક રૂપ વડે ઉજજવલછત્ર ધસ્તો અને એકરૂપ વડે પ્રભુને આગળ વજી ઉછાળતે નર્તકની જેમ નૃત્ય કરતે પરમભક્તિ વડે મેરુ અતિપાંડું કમ્બલા શિખર ઉપર ગયે, Jun Gun Aaradhak Trust