________________ 15 હવે તે કૃષ્ણ અને મલ્લને બંનેને જોઈને ત્યાં રહેલા લોક ચિંતવવા લાગ્યા. આ ચાણુર વયમાં અને શરીરમાં મોટો પરિશ્રમવડે કર્કશ શરીરવાળો યુદ્ધમાં જિતનાર સદા કુર છે. અને આ નપુત્ર દુષ્પમુખી, પદ્મકમળના ગર્ભથી પણ કોમળ, મુગ્ધ, વનવાસમાં રહેવાથી અભ્યાસ રહિત, આ બન્નેનું યુદ્ધ યોગ્ય નથી. આ કાર્યને ધિક્કાર છે, ધિક્કાર છે. સમાજમાં ન આવે એવું છે. અહો ! લોકમાં નિંદનીય આ કાર્ય છે એમ જોરથી બેલતા લોકેનો કોલાહલ થયો. તેથી ક્રોધિત કંસ બોલ્યો. “ગાયનું દૂધ પીને ઉન્મત્ત થયેલા આ બને ગેપને કેણે અહિં બોલાવ્યા છે. પરંતુ તે જ સ્વયં મેળે જ આવ્યા છે અને પોતે જ યુદ્ધ કરતા એમને કોણ રોકે છે? જેને એમની પીડા છે તે અલગ થઈને બેલે.” એ પ્રમાણે કંસના કંર વચન સાંભળીને સર્વે લેક મૌનપણે રહ્યા અને વિકસિત નયનરૂપી કમળવાળે ગેવિંદ આ પ્રમાણે બોલ્યો. આ ચાણુ રાજપિંડવડે પુષ્ટ, સર્વદા કરેલા અભ્યાસવડે શરીરથી સમર્થ, સર્વે મલેમાં વૃદ્ધ, પરંતુ મારા જેવા ગાયના દૂધ ઉપર જીવનાર ગોપાળબાળક વડે આ સિંહના મત્ત ગજની જેમ મરાતે આજે જુઓ. . હવે તેના ઘણાકટુ વચન સાંભળીને ડરેલા કંસે બન્નેને સાથે યુદ્ધ કરવા માટે બીજા મુવિક નામના મહામલને જલદીથી આદેશ કર્યો. તે પછી તેને ઉભો થયેલો જોઈને રણકર્મમાં કુશળ રામે મંચથી ઉતરીને યુદ્ધ માટે તેને બેલાવ્યો. . ! P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust