________________ ર૧૨: દષ્ટિવાળા રહ્યા. કંસની દુર્ભ વિતાને જાણનાર વસુદેવ વડે સર્વે પણ પિતાના મોટા ભાઈયોને અને સર્વ પોતાના ભાઈઓના પૂત્રોને બોલાવરાવ્યા, કંસે પણ સન્માન આપીને ઉંચામંચે. ઉપર બેસાડયા. તે તેજ વડે સૂર્યની જેમ શેભતા હતા. - હવે મલ્લયુદ્ધને ઉત્સવ સાંભળીને રામના પ્રતિ કૃષ્ણ. કહ્યું. ભાઈ! ત્યાં આપણે જઈએ. અને મલયુદ્ધના કુતુહલને જોઈએ. તેને રામે પણ સ્વીકારીને યશોદાને આ પ્રમાણે કહ્યું. મથુરાપુરીમાં જવાની ઈચ્છાવાળા અમારા સ્નાન માટે તૈયારી કર. તેને કાંઈક પ્રમાદવાળી જોઈને કૃષ્ણને ભાઈને કહ્યું: “યશોદા! તે શું પૂર્વ ને દાસીભાવ વિસમ્રત કર્યો છે! જે હમણાં અમારા આદેશનું પાલન શીધ્ર કરતી નથી. આવા વચન વડે વિષાદ પામેલા કૃષ્ણને લઈને પ્રિય બોલનાર બલભદ્ર સ્નાન માટે યમુના નદીમાં લાવ્યો. અને તેને કૃષ્ણને કહ્યું. વત્સ ! આજે નિસ્તેજની જેમ કેમ દેખાય છે. ત્યારે ગેવિન્દ બલભદ્રને આ પ્રમાણે ગદ્ગદ્ અક્ષર કહ્યા.' , ભાઈ !. મારી માતાને દાસી આ પ્રમાણે આક્ષેપ વડે કેમ લાવી ? રામે પણ સુકુમાળ વચને વડે કૃષ્ણને કહ્યું. ભાઈ! યશોદા તારી માતા નથી. નન્દ તારા પિતા નથી. કિન્તુ દેવકરાજાની પુત્રી દેવકી તારી માતા છે. વિશ્વમાં એક વીર શિરોમણી સુભગરૂપધારી વસુદેવ તારા પિતા છે. તે દેવકી તને જોવા માટે પૂજાના બહાને રતનના દૂધ વડે ભૂતલને સિંચતી અપૂર્ણ નયનવાળી મહિને મહિને અહીં આવે છે. આપણા બંનેને પિતા વસુદેવ કંસના આગ્રહથી મથુરામાં રહેલાં છે.