________________ 198 બોલાવીને દેવકી બેલી! પ્રિયતમ! મિત્રરૂપમાં પણ વૈરી એવા પાપમનવાળા કંસ વડે તમારી વાચા-જબાન બંધ કરાયેલી છે. જમેલા મારા પુત્રને આ પાપીષ્ઠ મારે છે. તેથી. કપટ વડે પણ આ મહાપ્રભાવશાળી પુત્રની રક્ષા કરો. બાલની રક્ષા માયા દ્વારા કરવાથી પણ તે પાપના માટે નહી થાય. તે માટે આ બાળકને લઈને નંદના ગોકુળમાં રાખે ત્યાં મેસાળમાં રહેલાની જેમ આ વધશે. એમ સાંભળીને તેને સારુ-સાર-એમ બેલ નેહવાળે. વસુદેવ તે બાળકને લઈને સુતેલા દ્વારપાળવાળા ઘરથી નીકળી આગળ ગયો. તે બાળકના ઉપર દેએ છત્ર ધયું, પુષ્પવૃષ્ટિ કરી. અને આઠ દીપક વડે માર્ગમાં ઉદ્યોત કર્યો. વળી દેવતાઓએ તે બાળકના આગળ થઈને ધવલવૃષભનું રૂપ કરીને બીજાઓ દ્વારા ન જણાય એ રીતે નગરીના દ્વારેને ખેલ્યા. ' વસુદેવ ગોપુરમાં ગયો. ત્યાં કાષ્ઠના પિંજરામાં રહેલા ઉગ્રસેન રાજા વડે વિરમય પૂર્વક પૂછાયું : “આ શું છે ?" ત્યારે આ કેસને વધ કરનાર” એમ કહીને વસુદેવે તે બાળકને ઉગ્રસેન રાજાને બતાવી હર્ષ પૂર્વક આ પ્રમાણે કહ્યું : હે રાજન ! આનાથી આપના વૈરીનો નિગ્રહ થશે. અને તમારો ઉદય પણ થશે, પરંતુ તમારે કઈને કહેવું નહીં. તેણે પણ “આ પ્રમાણે થાઓ” એમ કહ્યા પછી વસુદેવ નંદના ઘરે ગયે. તેની પત્ની યશોદાએ પણ ત્યારે જ પુત્રીને જન્મ આપ્યો હતે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust