________________ 198 વસુદેવ તે પુત્રને યશોદાને આપીને તેની પુત્રીને લઈને દેવકીની પાસે તે ક્ષણે પુત્રના સ્થાને મૂકી અને તે પછી વસુદેવ ગયો. અને તે કંસના પુરૂષે જાગ્યા. “શું થયું ?" એમ બોલતાં ત્યાં તે પુત્રીને જોઈ. હવે તે બાળીકા કંસને આપી. ત્યારે તેણે પણ વિચાર્યું. જે ખરેખર મને મારનાર છે તે સાતમો ગર્ભ થશે તે આ સ્ત્રી માત્ર થયો! તેથી હું મુનિવચનને અસત્ય, વ્યર્થ માનું છું. આને મારવાથી શું ? આની હત્યાથી શું ? એમ વિચારીને તેની એક નાસિકાના પડનું છેદન કરીને તે બાળીકા દેવકીને આપી. હવે કાળે રંગ હોવાથી કૃષ્ણ એ નામથી બોલાવે તે બાળક દેવીય વડે રક્ષા નન્દના ઘરે વધે છે. દેવકીએ તે એક માસ ગયા પછી વસુદેવને કહ્યું. પુત્રને જોવાની ઉત્કંઠાવાળી હું છું. તેથી ત્યાં ગોકુળમાં જઈશ. ત્યારે વસુદેવે કહ્યું. “એકાએક ત્યાં જવાથી કંસને લક્ષ્યમાં આવશે, તેથી કારણ ઉત્પન કરીને હે સુભગ ! ત્યાં જવું યોગ્ય છે. તેથી ઘણી સ્ત્રીયોથી સહિત ચારે બાજુ ગાયોને રસ્તામાં પૂજતી તું, ગોકુળમાં જા.” દેવકીએ પણ તે પ્રમાણે કર્યું, ત્યાં દેવકી શ્રીવત્સથી શોભતાં હૃદયવાળો મરતના રત્નનો જેવી કાંતિવાળ, ચકાદિ ચિલથી યુક્ત હાથ અને પગવાળે, વિકસિત કમળની જેમ આંખોવાળ, યશોદાના ખોળામાં હૃદયને આનંદ કરનાર પુત્રને જોયો. પુત્રના વિરહને સહન ન કરનાર તે દેવકી ગોપૂજાના બહાને જ જતી હતી. ત્યારથી લેકમાં ગોપૂજાનું વ્રત પ્રવત્યું. , જેને સહન ન પૂજાના બહાને લેકમાં છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust