________________ 197 તેની પાસે પુત્રો માંગ્યા. તેણે પણ અવધિજ્ઞાન વડે જાણીને તેને આ પ્રમાણે કહ્યું કે “કંસે મારવા માટે માંગેલા દેવકીના ગર્ભો હે તુલસા તને જમ્યા પછી આપીશ. એમ કહીને તેણે સ્વશક્તિથી દેવકી, સુલસાને સાથે રજસ્વલા કરી, સાથે જ ગર્ભધારણ કરનારી થઈ. અને તે સાથે જ પ્રસવ થયો. તે દેવે સુલતાન મરેલા ગર્ભ દેવકીની પાસે મુકીને દેવકીને ગર્ભ સુલસાને આપ્યો. આ પ્રમાણે તે દેવકી–સુલસાના છ ગનું તે દેવે પરાવર્તન કર્યું. કંસે પણ તે મરેલા ગર્ભોને શિલા ઉપર જોરથી પછાડયા. તે છએ દેવકીના પુત્રો તે તે સુલસાના ઘરમાં પિતાના પુત્રની જેમ સ્તનધાવન કરતાં મોટા થયા અને તેઓના આ પ્રમાણે નામ થયા. અનીક્યશા, અનંત સેન, અજિતસેન, નિહારિ, દેવયશા અને શત્રસેન. હવે એક દિવસ ઋતુસ્નાતા દેવકી રાત્રીના અંતે ગજસિંહ સૂર્યદેવજ-વિમાન-પઘસરેવર ધૂમરહિત અગ્નિ, એ સાત સ્વપ્ન વાસુદેવ જન્મ સુચવનારા જોયા. મહાશુકદેવ લેકથી ગંગદત્તને જીવ એવીને તેની કુક્ષીમાં અવતર્યો. રત્નભૂમી જેમ રત્નને ધારણ કરે છે તેમ તે દેવકી એ ગર્ભને ધારણ કર્યો. હવે શ્રાવણ કૃષ્ણ અષ્ટમીની રાત્રીએ શુભ વેલામાં દેવસાનિધ્ય સહિત વરિના કુળરૂપી વન માટે કુઠાર સમાન પુત્રોમાં ઉત્તમ કૃષ્ણને તે રાણીએ જન્મ આપ્યો. તેના અધિષ્ઠાયક દેવોએ પોતાની શક્તિથી કંસના દ્વારા રાખેલા દ્વારપાળને ખાધેલા વિષની જેમ સુવડાવ્યા. ત્યારે પતીને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust