________________ મુનિ તપ વડે દુર્બલકાયવાળા પારણુ માટે કંસના ઘરે આવ્યા. ત્યારે કંસની પત્ની જીવયશા મદ્યપાનથી ઉન્મત્ત થયેલી તે સાધુને જોઈને બોલી. દેવર ! આ મહત્સવમાં તમે આવ્યા એ સારું છે. મારી સાથે નાચે ગાઓ. આદિ શબ્દો બેલતી તે તેમના કંઠે વલગીને ઘણા પ્રકારે તે સાધુની ગૃહસ્થની જેમ કર્થના કરી. તે પણ જ્ઞાનીએ ખેદિત થયે છતે આ પ્રમાણે કહ્યું. “જેના નિમિત્તે આ મહોત્સવ કરાય છે તેને સાતમે ગર્ભ તારા પતી–પિતાને મારનાર થશે.” તેના ભયંકર વચન–સાંભળીને જીવયશાતે જ સમયે ભયથી કંપિત થઈને મદ્યપાનનું મદ દૂર થયું છે જેનું એવીએ તે મુનિને છેડ્યા. તેણએ શીધ્ર જઈને કંસને કહ્યું. તેણે પણ આ પ્રમાણે વિચાર્યું. “વા પણ નિષ્ફળ થાય પર મુનિનું કહેલું અન્યથા થતું નથી.” અથવા કેઈપણ ન જાણે ત્યાં સુધી ન આવેલા દેવકીના સાતે ગર્ભોને વસુદેવની પાસે માંગુ. જે આ મારા મિત્ર વસુદેવ માગેલા ગર્ભોને નહીં આપે તે બીજે ઉપાય કરીશ, જેથી મારા આત્માનું કલ્યાણ થાય. આ પ્રમાણે વિચારીને મદરહિત પણ મદાવસ્થાવાળે થઈને નાચતે તે કંસ વસુદેવની પાસે ગયે. અને દૂરથી જ હાથ જોડ્યા. વસુદેવે પણ આશ્ચર્ય સહિત ઉઠીને તેને વથા ઉચિત આસન ઉપર બેસાડીને અને પોતાના હાથની યુક્તિ વડે વિચારીને કહ્યું : હે મિત્ર! તું મારે પ્રાણ પ્રિય છે. અને તું કાંઈક કહેવાની ઈચ્છાવાળાની જેમ દેખાય છે. તેથી કહે જે તું કહીશ તે “કરીશ”. ત્યારે કંસે હાથ જોડીને કહ્યું, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust