________________ - ઈવેગવતી નદી ઉતરીને ગિરિકુટમાં અમે બને ગયાં. * તે પછી વેત્ર વનમાં જઈને ટંકણ દેશમાં ગયા અને ત્યાં તે ઘેટા લઈને તે પર ચઢીને ઘેટા વડે જવાય એ માર્ગને પૂર્ણ કર્યો. તે પછી રુદ્ર બોલ્યો હવે આસ્થાનથી આગળ પગે ચાલવાને માર્ગ નથી. તે કારણથી આ બે ઘેટાઓને મારીને અંદર ચામડી અને બાહર માંસવાળી બે મશક બનાવીએ, તેની અંદર આપણે પ્રવેશ કરીએ. પછી અહીં આવેલા ભારંડ પક્ષીઓ દ્વારા માંસના ભ્રમથી આપણને ગ્રહણ કરેલા એવા આપણે બને સુવર્ણભૂમિમાં જઈશું. ત્યારે મેં કહ્યું “જેઓ દ્વારા આપણે વિષમભૂમિ પાર કરી છે તે આપણા ભાઈ જેવા બે ઘેટાઓને કેમ મારીએ?” આ પ્રમાણે મારા વચન સાંnળીને તે બોલ્યો, આ ‘ઘેટા તારા નથી. એમ કહીને પહેલાં પોતાના ઘેટાને તે કુબે મારી નાંખ્યો. ત્યારે બીજે ઘેટો મને કાતર કરૂણ દૃષ્ટિથી જોયો અને મેં તેને કહ્યું “તારી રક્ષા કરવા હું અસમર્થ છું. શું કરું ? તે પણ જિન ધર્મનું તારે શરણ છે, સંકટમાં પડેલાંને તેજ ભાઈ માતા અને પિતા છે. ત્યારે મારા કહેલા ધર્મને તેણે અંગીકાર કર્યો. નમસ્કાર મહામંત્ર સાંભળ્યો. તે પછી રુદ્રદત્ત માયે દેવભૂમિમાં ગયો. દેવ બનીને ગયો. તેમ શકની અંદર અમે બને સુરિકા લઈને પ્રવેશ કર્યો. ત્યાં આવેલા ભારેડ પક્ષીઓ વડે ગ્રહણ કરાયો. એક માંસની ઇચ્છાવાળા ભારડ પક્ષી સાથે હું જેના દ્વારા ગ્રહણ કરાયો તેની સાથે યુદ્ધ થયું. ત્યારે હુ સરોવરમાં પડયો.