________________ તે પછી ચાકુ વડે મશકને છેદીને સવરને તરીને ત્યાંથી નીકળ્યો. આગળ જતાં જગલના મધ્યમાં એક મોટા પર્વતને જોયો. ત્યાં રાતીને મેં કાઉસગ્નમાં રહેલાં એક મુનિ ભગવંતને જોયા અને વાંદ્યા. તેમણે પણ ધમલાભ આપીને મને કહ્યું: “હે ચારુદત્ત તું કેમ આ વિકટ ભૂમિમાં આવી ગયો ? કારણ કે અહીં દેવ—વિદ્યાધરે જ આવી શકે છે બીજા નથી આવી શકતા, એ હું અમિતગતિ વિદ્યાધર જેને તે પહેલાં છોડાગ્યો હતો ત્યારે હું ઊડીને તે વેરીને અષ્ટાપદ પર્વતની પાસે તેને મલ્યો. મારી પત્નીને છોડીને તે અષ્ટાપદ પર્વતના વિકટ સ્થાનમાં કયાંક નાસીને ગયો. ત્યારે તે મારી પત્નીને પડતો ગ્રહણ કરીને મારા સ્થાનમાં આવ્યે. અને મારા પિતાએ મને રાજ્ય ઉપર સ્થાપન કરીને હિરણ્યકુંભ-સ્વર્ણ કુષ્ણ મુનિ ભગવં તેની પાસે વ્રત ગ્રહણ કર્યું. તે પછી મારી માનેરમાં પત્નીથી સિંહયશ પુત્ર થયો અને બોજો મારા જેવો પરાક્રમી વરાહગ્રીવ પુત્ર થયો. બીજી વિજયસેના પત્નીથી સર્વ વિદ્યામાં, કલામાં નિપુણ ગંધર્વસેના પુત્રી થઈ તે પછી રાજ્ય યૌવરાજ્ય અને વિદ્યાઓ પુત્રોને આપીને મેં પિતા ગુરૂ પાસે વ્રતગ્રહણ કર્યું. આ લવણ સમુદ્રના મધ્યમાં કુમ્બકંઠ દ્વીપ અને કર્મેટિક પર્વત છે. હવે તું કહે, કઈ રીતે અહીં આવ્યો? એ પ્રમાણે મુનિ ભગવંતના - પૂછવાથી મેં પણ મારું સર્વ સંકટ કહ્યું. અને આના વચમાં તેના જેવા જ બે વિદ્યારે ત્યાં આવ્યા. અને તેમણે મુનિને વંદના કરી. તેના જેવા હોવાથી એમના પુત્ર છે એમ મેં જાણ્યું. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust