________________ હાય એવી ભયંકરમાં પણ 143 . પ્રાપ્ત કરેલાની જેમ ત્યાં સુખપૂર્વક રહી. 1955મ ? . હવે વરસાદ વર્ષ તે–વર્ષ તે રોકાવાથી તે સાથને છોડીને ફરી પૂર્વની જેમ એકલી તે સ્થાનેથી ચાલી. નલના પ્રવાસ દિવસથી તે ભીમરથ પુત્રી દવદનતી ઉપવાસ આદિ તપમાં લીન, ધીમે ધીમે માર્ગ કાપતી હતી. આગળ જતાં દેવદતીએ જીભથી ઝરતી જવાલાયુક્ત વિકરાળ મુખવાળા, સર્ષની જેમ દારુણ, તાલની જેટલા પગને ધારણ કરનાર, અમાવસ્યાનો * અંધકારની જેમ કૃષ્ણકાયાવાળો જાણે કાજલ વડે જ બનાવ્યો હોય એ, સિંહનું ચામડું ઓઢેલો, સિંહના ચામડાના વસ્ત્રથી યુક્ત ભયંકરમાં પણ ભયંકર યમરાજાના પુત્રની જેમ એક રાક્ષસને જોયો. તે રાક્ષસે તેને કહ્યું : અરે માનુષી ! શ્ધાથી કૃશ ઉદરવાળા મને ઘણા કાળ પછી ભેજન મળ્યું છે. તેથી હું તને જલદીથી ખાઈશ. !! . - 'દુ ! એમ સાંભળીને કરેલી એવી પણ તેણીએ ભૈર્યનું અવલંબન લઈને બોલી. રે! રે! રાક્ષસ ! મારા વચન સાંભળીને તેને ગ્ય લાગે તેમ કરજે. પરમ અહિત ધર્મથી યુક્ત મનવાળી મારે મરણને ભય નથી. પરંતુ તે પરસ્ત્રીને સ્પર્શ ન કર. જે સ્પર્શ કરશે તે સારું નહિ થાય. મનમાં ક્ષણભર વિચાર કરો અને તેના પૈર્યના વચન સાંભળી ને હર્ષિત રાક્ષસ છે. હે ભદ્ર! હું ખુશ થયો છું, તારા ઉપર શું ઉપકાર કરું ? તેણીએ કહ્યું. “ભદ્ર! જે ખુશ થયે હોય તે હું તને પૂછું છું. મારા પતિની સાથે મારો સંગમ કયારે થશે ? તેણે પણ અવધિજ્ઞાન વડે જાણીને તેને કહ્યું. તેને કહ્યું અને મળ્યું * * : Jun Gun Aaradhak Trust